ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔધોગિક વસાહત- GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ૦૭ પ્લોટ અને ૦૪ શેડ તેમજ પાવી જેતપુરમાં ૧૦ પ્લોટ અને ૦૨ શેડની ફાળવણી કરી દેવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું.

ઉદ્યોગ મંત્રી શ્રી રાજપૂતે પેટા પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, નવીન GIDC બનાવવા માટે સરકારી જમીન જે શહેરની નજીક હોય, વાહન વ્યવહારની સુવિધા, હાઇવેની આજુબાજુ, વીજળી,પાણીની વ્યવસ્થા અને રેલવે વગેરે સુવિધા જરૂરી છે. સ્થાનિક યુવાનોએ યોગ્ય રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી
ગુજરાતમાં કોઈ તાલુકો GIDC વિના બાકી ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ, મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.

બ્રેકીંગ ન્યૂઝ