મહેસાણા ના જાગૃત સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાની પોસ્ટ ફોરમ સમિતિની બેઠક મળી.

પોસ્ટ ઓફિસની સેવાઓ અને સુવિધાઓ કેવી રીતે સુધારી શકાય તે અંગે માનનીય શારદાબેન પટેલ અને સમિતિના સભ્યો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.  પોસ્ટ વિભાગના અધિકારીઓએ પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી વિવિધ સેવાઓ અને સુવિધામાં સુધારણા માટે તમામ જરૂરી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હતી. પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા સાંસદ શ્રી શારદાબેન પટેલ અને સમિતિના સભ્યોને આપણી સંસ્કૃતિમાં જેને પવિત્ર માનવામાં આવે છે તે ગંગાજળની ભેટ આપીને આ બેઠક ની શરૂઆત કરી હતી.  સાંસદ શ્રી શારદાબેન પટેલે કહ્યું કે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં તત્કાલીન સંચાર મંત્રીશ્રી રવિ શંકર પ્રસાદ અને મનોજ સિન્હા દ્વારા જુલાઈ ૨૦૧૬ માં પોસ્ટ દ્વારા પવિત્ર ગંગા જળ ને નજીવા દરે ઘર આંગણે પહોંચાડવા માટે ની સેવા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે પોસ્ટ વિભાગ દ્વારા દેશના મોટા ભાગના પોસ્ટ ઓફીસ દ્વારા ગંગાજળ ની સેવા આપવામાં આવે છે. પોસ્ટ વિભાગ છેલ્લા ૧૫૦ વર્ષ થી દેશના ખૂણે ખૂણે સેવા આપે છે.  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જરૂરિયાત મંદ લોકો ને ઘર આંગણે વિવિધ સેવાઓ નો લાભ મળે તે માટે પોસ્ટ વિભાગ નો સહયોગ લેવાનું શરુ કર્યું હતું. સુકન્યા સમૃદ્ધી યોજના હોય કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન કે દિવ્યાંગ પેન્શન આ દરેક યોજના માટે શરૂઆતમાં પોસ્ટમાં ખાતું હોવું જરૂરી હતું. તેનું એક માત્ર કારણ પોસ્ટ ઓફીસ દરેક ગામડાઓમાં આવેલી હોય તેથી આ લાભાર્થીઓને દુર જવું ના પડે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દુરંદેશી દષ્ટિ ને કારણે આજે પોસ્ટ વિભાગ દ્વારા વધુ ને વધુ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષોથી પોસ્ટ વિભાગ નાની બચત, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ જીવન વીમો, રીકરીંગ ડીપોઝીટ, ફિક્ષ ડીપોઝીટ (FD), મંથલી ઇન્કમ સ્કીમ (MIS), સીનીયર સિટીઝન બચત યોજના, PPF, રાષ્ટ્રીય બચત પત્ર અને હવે પોસ્ટલ બેન્કિંગ સેવા જેવી સુવિધાઓ પણ પોસ્ટ ઓફિસમાં મળે છે. મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે જેથી અરજદારો ને ખાસકરીને વડીલો અને બાળકો ને અમદાવાદના ધક્કા ખાવા ના પડે. પોસ્ટ વિભાગ દ્વારા આધાર કાર્ડ સેન્ટરની પણ સેવાઓ આપવામાં આવે છે. મહેસાણા જીલ્લામાં ૩૩ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટરો આવેલા છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા “આધાર આપના દ્વારે” યોજના પણ ચલાવે છે. આ યોજના મુજબ કોઈ પણ જગ્યાએ ૩૦ થી વધારે આધાર કાર્ડ કઢાવવાના હોય કે સુધારો કરવાનો હોય તો પોસ્ટ વિભાગ ને લેખિતમાં જાણ કરવાથી તેઓ આધાર કાર્ડ માટે ઓપરેટર ને આપણી જગ્યાએ મોકલી ને સેવા આપશે. આવી તો અનેક સેવાઓ પોસ્ટ વિભાગ પૂરી પડે છે. તો સરળતા થી પ્રજાજનો ને દરેક સેવાઓનો લાભ મળે તે માટે પોસ્ટ  વિભાગના અધિકારીઓ ને જરૂરી સુચના આપી. આ બેઠકમાં અધિક્ષક પોસ્ટ માસ્તરશ્રી, મહેસાણા પોસ્ટ માસ્તરશ્રી અને પોસ્ટ ફોરમ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા.

Uncategorized