
ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી સુદ બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા . અષાઢીસુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે . દર વરસે જગન્નાથપુરી – ઓરિસ્સામાં ( પૂર્વ ભારત ) રથયાત્રા ધામધૂમથી નીકળે છે . રથયાત્રા અંગે ઘણી કથાઓ કથાઓ પુરાણોમાં મળી આવે છે . માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાન વિષ્ણુનું મંદિર બાંધવું હતું . દેવતાઓના સ્થપતિ ( ઇન્જિનિયર ) વિશ્વકર્માએ સુથારના સ્વરૂપમાં આવીને મૂર્તિ તૈયાર કરવાનું કામ સ્વીકાર્યું , પણ એવી શરત મૂકી કે જયાં સુધી મૂર્તિ પૂરી નહીં બને ત્યાં કોઇએ જેવા આવવું નહીં કે બારણું ખોલવું નહીં . હું બારણા બંધ કરી મૂર્તિઓ ઘડીશ . મારું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી બારણા ખૂલશે નહીં . જો કોઇ બારણા ખોલી તો હું ત્યારે જ ચાલ્યો જઇશ . છેવટે મૂર્તિઓ ઘડવાનું કામ બંધ બારણે રારૂ થયું . ઘણા મહિનાઓ વીતી ગયા . રાજા ઇન્દ્રધુમ્નની ધીરજ ખૂટી ગઇ . તેને થયું કે ચાર શું કરે છે તે જોવું જોઇએ . રાજાએ દ્વાર ખોલ્યું . અંદર વિશ્વકર્મા મૂર્તિ ઘડતા હતા . મૂર્તિઓના હાથ અધૂરા હતા અને છેવટનો ઘાટ આપવાનો પણ બાકી હતો . પરંતુ રારતભંગ થઇ તેથી કામ અધૂરું જ છોડી વિશ્વકમાં અદશ્ય થઇ ગયા અને મૂર્તિઓ હાથપગ વગરની રહી ગઇ . રાજાને પસ્તાવો થયો , પરંતુ કોઇ ઉપાય નહોતો . વિશ્વકમાંના ભયથી અન્ય કોઇ આ દૈવીમૂર્તિઓ પૂરી કરવા તૈયાર ન થયા . છેવટે બ્રહ્મા મદદે આવ્યા અને હાથપગ વગરની મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા અને રાજાએ તે મૂર્તિઓ મહામંદિરમાં પધરાવી . જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાળી , શ્રી જગદીશભાઈ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી તથા શ્રી રઘુભાઈ ખીમાણી વ ધુમાં જણાવે છે કે દર આઠ , બાર કે અઢાર વર્ષે આ મૂર્તિઓ બદલવામાં આવે છે . આ અવસર ‘ નવ કલેવર ‘ તરીકે ઓળખાય છે . ‘ નવ કલેવર ‘ ભગવાન જગન્નાથનાં મૃત્યુ અને પુનઃ જન્મનું પ્રતીક ગણાય છે . જૂની મૂર્તિઓનો અગ્નિસંસ્કાર કરાય છે અને નવી મૂર્તિઓ અધૂરી જ ઘડીને મંદિરમાં પધરાવવામાં આવે છે . ‘ નવ કલેવર ’ ઉત્સવમાં હારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે . મૂર્તિઓનો પૂર્ણ સ્નાન વિધિ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે કરાવવામાં આવે છે . તેથી ભગવાનનું સ્વાસ્થ્ય નરમગરમ રહે છે , તેથી અષાઢ સુદ બીજ સુધી ભગવાન જગન્નાથના દર્શન બંધ રહે છે . આ પછી અષાઢ સુદ બીજના દિવસે ભગવાન મન મોકળું કરવા એટલે કે ફરવા નીકળે છે એટલે કે ‘ રચયાત્રા ’ નીકળે છે . દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ , ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે . રથયાત્રામાં લાખોની જનમેદની ઊમટે છે અને આ ત્રણેય રથોને હારો મનુષ્યો ભક્તિભાવથી ખેંચે છે . અને ધન્યતા અનુભવે છે . પુરીના રાજા સોનાના સાવરણાથી આગળ રસ્તો વાળતા આવે છે . મૂર્તિઓને ત્રણ કિ.મી. દૂર શ્રીગુંડિચા મંદિરે લઇ જવામાં આવે છે . જે ભગવાન જગન્નાથનું માસીનું ઘર ગણાય છે . અહીં ભગવાન સાત દિવસ રોકાય છે . પછી રથયાત્રા દ્વારા ભગવાનને ફરી મૂળ મંદિરે પધરાવાય છે . આ પાછી વળતી યાત્રાને ‘ બાહુડા યાત્રા ‘ અથવા વળતી યાત્રા કહે છે . રથયાત્રાનાં ત્રણેય રથ દર વર્ષે Uples Brectc Naresh Khimani M.Sc. ( Physics ) નવા જ બનાવવામાં આવે છે અને અક્ષયતૃતીયાના એટલે કે અખાત્રીજના દિવસથી જ શાસ્ત્રોકત વિધિથી આ રથો બનાવવાનો શુભારંભ થઇ જાય છે . આ ત્રણે રથોનાં નામ તાલધ્વજ , નંદીઘોષ અને દર્પદલન છે જેમાં તાલધ્વજમાં બલભદ્ર , નંદીઘોષ રથમાં જગન્નાથ પ્રભુ અને દર્પદલન રથમાં સુભદ્રાને બિરાજમાન કરાવાય છે . તાલધ્વજ લીલા રંગનો ૧૩ થી ૨૦ મીટર ઊંચો અને ૧૪ પૈડાવાળો બનાવાય છે . દર્પદલન લાલ રંગનો ૯ થી ૧૨ મીટર ઊંચો અને ૧૨ પેંડાવાળો તથા જગન્નાથપ્રભુનો નંદીઘોષ રથ પીળી ધરીઓ વાળો , લાલરંગનો તથા ૧૬ પૈડાવાળો હોય છે , જે બીજા બંને રથ કરતાં ઊંચો હોય છે . ત્રણેય મૂર્તિઓ સચેતન છે એવી ભકતોને અનુભૂતિ થઇ ચૂકી છે . આજે જે મંદિર છે તેનું નિર્માણ રાજા અનંગ ભીમદેવે સને ૧૧૬૬ માં પૂર્ણ કરાવ્યું હતું . જે ૧૬૧ ફૂટ ઊંચુ , ૮૦ ફૂટ લાંબુ અને એટલે જ પહોળું છે . મંદિરના મુખ્ય ત્રણ ભાગ છે . ( ૧ ) શ્રી મંદિર ( ૨ ) જગમોહન મંદિર અને ( ૩ ) મુખશાલા ભગવાન જગન્નાથની રથયાત્રા વિષે ઘણી કથાઓ છે . ભગવાન કૃષ્ણને મારી નાખવાના હેતુથી કંસે અને રથ લઇને કૃષ્ણને બોલાવવા મોકલ્યા . કૃષ્ણ અને બલરામ બંને અક્રૂર સાથે રથ પર બેસી ગોપીઓની વિદાય લઇ મથુરા જવા નીકળ્યા તે દિવસને રથયાત્રાના ઉત્સવ તરીકે ભતો ઊજવે છે . તો બીજી એક કથા પ્રમાણે કંસવધ પછી આખી મથુરા નગરીને દર્શન આપવા માટે શ્રીકૃષ્ણ – બલરામ નગરીમાં નીકળા હતા તેની સ્મૃતિ પણ આ ઉત્સવ સાથે જોડાયેલી છે . વળી એકવાર સુભદ્રાને રથમાં બેસાડી બંને ભાઇઓએ તેને દ્રારિકાની નગરશોભા દેખાડી હતી તે પ્રસંગની સ્મૃતિ પણ રથયાત્રા સાથે જોડાયેલી છે . જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી , શ્રી જગદીશભાઈ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી તથા શ્રી રધુભાઇ ખીમાણી એમ પણ જણાવે છે કે ખરેખર તો જગન્નાથપુરીમાં પ્રભુના રથને તો લોકો જનકપુરીથી ખેંચીને મંદિરે પહોંચાડે જ છે પણ આ પાવન પર્વના દિવસે આપણા પોતાના વનરથનો પણ વિચાર કરવાનો છે એટલે કે આપણે આપણા જીવનરથને પ્રભુ સુધી પહોંચાડવાનો છે એવો સંદેશો મળે છે . રથયાત્રા ’ વખતે આખી પુરી નગરી શ્રદ્ધાભક્તિના હિલોળે ચઢે છે . નગરી આખીને શણગારવામાં આવે છે . ભક્તો હરખની હેલીએ ચઢે છે અને ભક્તિરસમાં તરબોળ થઇ જાય છે . ભારતના પવિત્ર ચારધામોની યાત્રાનું એક પવિત્ર ધામ જગન્નાથપુરી છે અને સૌથી મોટી યાત્રા આ જગન્નાથપુરી રથયાત્રા છે . પુરી પછી ભારતમાં ધામધૂમથી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે . પરંતુ હવે તો નાના રાહેરોમાં પણ ભક્તિભાવ પૂર્વક રચયાત્રા કાઢવામાં આવે છે .