શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદી એ માં સરસ્વતી ની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી . અને આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ દ્વારા સંસ્કૃત સાહિત્ય ની રોચક માહિતી આપવામાં આવી. સંસ્કૃત વિભાગ ના અધ્યાપક ડો. નીરવ કંસારા દ્વારા મેધદૂત ખંડ કાવ્ય નો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો.કોલેજ ના સંચાલક શ્રી નવીન ભોજક સાહેબ દ્વારા અધ્યક્ષીય વક્તવ્ય આપવામાં આવ્યું. કોલેજ પરિવાર ના અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા અનેમોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ નું સફળ સંચાલન અને આભારવિધિ કોલેજ ના સાંસ્કૃતિક વિભાગ ના અધ્યક્ષા અને સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડો. કુંજલ ત્રિવેદીએકર્યું હતું.

Uncategorized