અનુસૂચિત જાતિના યુવાનો માટે યોગ સેમિનારનું આયોજન

જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદી મુજબ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા તાલુકા મથક ખાતે યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર અંતર્ગત યુવાનોને વિનામૂલ્યે યોગ તાલીમ આપવામાં આવશે.

યોગમાં રસ ધરાવતા અનુસુચિત જાતિના યુવાનો માટે તાલુકા મથક ખાતે તા.૧૮/૦૭/૨૦૨૨થી ૨૪/૦૭/૨૦૨૨ એમ ૭ દિવસના યોગ સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ યોજનાનો ભાગ લેવા ઈચ્છૂક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અમદાવાદ, સ્પોર્ટસ હોસ્ટેલ નરોડા, ચાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ મોબાઈલ નંબર – ૯૦૧૬૬૪૬૨૧૩, ૮૮૬૬૫૩૨૬૯૩ ઉપર સંપર્ક કરી અથવા રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા. ૧૪/૦૭/૨૦૨૨ સુધીમાં આ કચેરીને પરત મોકલી આપવાનું રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે.

સમાચાર