



30 સપ્ટેમ્બર ૨૦૨૨ આવતા આવતા પ્રકૃતિ પણ નર્મદા જિલ્લા પર ભરપૂર વરસી રહી હતી. સને ૨૦૨૨ ની વર્ષાઋતુ નર્મદા જીલ્લાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનને વિક્રમજનક પ્રવાસીઓ ખેંચી લાવી. દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય એકતા ની બેનમૂન કામગીરીને વ્યાપક રીતે બિરદાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા માં નર્મદા મધ્યે ગૌરવભેર સ્થાપિત છે. ચારે કોર ખીલી ઉઠેલ પ્રાકૃતિક સૌંદર્ય વિશ્વભરના પ્રવાસીઓને સરદાર સાહેબની દેશના એકીકરણની માહિતી પ્રવાસનના માધ્યમથી આપે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજરો સમક્ષ એન્જિનિયરિંગ કૌશલ્યને દર્શાવતો સરદાર સરોવર બંધને પણ આ વર્ષાઋતુ છલોછલ ભરતી રહી છે. આજે સપ્ટેમ્બર ૨૦૨૨ ના અંતે પણ બંધ ઓવર ફ્લો ચાલુ છે. તેનો સંપૂર્ણ સંપૂર્ણ શ્રેય બંધેના છલતી પરના ૧૮-૧૮ મીટર ઊંચા ગેટની જાય છે. વર્ષોથી અટવાઈ પડેલ અને દાયકાઓથી અટવાઈ પડેલ નર્મદા યોજનાને મુક્તિમંદ કરાવવામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો સિદ્ધ ફાળો છે. આવનારી પેઢીઓ અને પેઢીઓ નરેન્દ્ર ભાઈના આ કાર્યને વિના સંકોચે બિરદાવતી રહેશે તેમાં લેન્શમાત્ર શંકા નથી. તો માનનીય મોદી સાહેબ રાષ્ટ્રને સમર્પિત કરેલ નર્મદા ના જળવિદ્યુત મથકોએ આ વર્ષાઋતુમાં સપ્ટેમ્બર માસમાં ૧૦૪૬ મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી છે જેમાં સરદાર સરોવર પ્રોજેક્ટને ૨૧૬ કરોડ રૂપિયાથી વધુની આવક મળવા પાત્ર રહી તે પણ એક વિક્રમ બન્યો છે