માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશ
મીટ્ટી કો નમન, વીરો કો વંદન….

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીનાં નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, આજથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ના નેતૃત્વમાં આગામી 30 ઓગષ્ટ સુધીમાં પ્રત્યેક ગામની ગ્રામ પંચાયતમાં અમૃત વાટિકા, શિલાલેખ, વસુધા વંદના તેમજ ગામની માટીને દેશની રાજધાનીમાં લાવીને વીરોની વંદના કરવામાં આવશે.

માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અગ્રણી સર્વશ્રી લાધુભાઈ પારઘી, શ્રી નિલેશભાઈ બુંબડીયા, શ્રી રવીન્દ્ર ભાઇ ગમાર, આદિવાસી આગેવાશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો અને આદિવાસી સમાજ ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર