મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી

કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

નવસારી

મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્ો સંભાળ્યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓઍ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓઍ નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા સમાજના સુખી ભવન ખાતે ખાસ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુખીભવન રાજયપાલશ્રીના માતૃશ્રીની યાદમાં બનાવેલ છે. કુંકણા સમાજના બાળકોને શૈક્ષણિક હેતુ માટે રાજયપાલશ્રીઍ રૂ.૫૧,૦૦૦/- ધનરાશિ આપી હતી. આ ધનરાશિ આદિવાસી કુંકણા સમાજના બાળકોને ખૂબ જ ઉપયોગી બનશે. તેમની આ મુલાકાત દરમિયાન કુંકણા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ દેશમુખ, ભૂમિકાબેન કુન્બી, રવજીભાઇ ઉપસ્થિત રહી મહામહિમ રાજયપાલશ્રીનું શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં. કુંકણા સમાજના મોભીને રાજયપાલશ્રી તરીકે નિયુકત થતા હર્ષની લાગણી ફેલાઇ છે.

સમાચાર