કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ ડો. નિલમ ગડા અને ૠષભભાઈ મારૂ એ શરુ કર્યું હતું. આ સેવાકાર્ય માં છેલ્લા ૧૫ મહિનાથી ૨૪ કચ્છી જૈન નિષ્ણાંત ડોક્ટર્સ પોતાની સેવા નિશુલ્ક આપી રહ્યા છે. અને ૫૦૦૦ થી વધુ દર્દીઓ ને સાજા કરી ચુક્યા છે. આજ રોજ રવિવાર તા. ૨૫ જુલાઈ ના મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીજી દ્વારા આ ૨૪ ડોક્ટર્સ નો સન્માન સમારંભ યોજાયો. આ સન્માન સમારંભ આયોજીત કરનાર ૠષભભાઈ મારુ એ જણાવ્યું કે આ તમામ ડોક્ટર્સ છેલ્લા ૧૫ મહિનાથી અમારી સાથે જોડાયેલા છે પણ અમે આજ દિવસ સુધી કોઈ ને મળ્યા નથી.  ફક્ત ફોન પર વાત થાય છે. એટલે એક ગેટ ટુગેધર જેવું વિચારતા હતા. અને અચાનક વિચાર આવ્યો કે સન્માન પણ કરવું જ જોઈએ. નગરસેવિકા શ્રીમતી નેહલબેન ને વાત કરી તો એમણે રાજ્યપાલશ્રી ને વિનંતી કરી અને આજે રાજભવન ખાતે મહારાષ્ટ્ર ના મહામહિમ રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીજી દ્વારા આ ડોક્ટર્સ નો સન્માન થયુ. આ સમગ્ર કચ્છી સમાજ માટે ગૌરવપૂર્ણ વાત છે. કચ્છ યુવક સંઘ નો કાર્યક્રમ રાજભવન માં થાય અને રાજ્યપાલ અમારા કાર્યકર્તાઓની પ્રશંસા કરતા થાકતા નહતા એ અમારા માટે સૌથી મોટી વાત છે. આગળ પણ આ તમામ ડોક્ટર્સ અમારી સાથે જોડેલા રહેશે અને ટુંક સમયમાં અમે એક નવા પ્રકલ્પ સાથે પાછા મળીશું.

માનવ અધિકાર