અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહીદ વીર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસે વીર શહીદની શહાદત અને શૌર્યગાથા ભાવિપેઢીના દીલમાં ગુંજતી રહે તેવા દેશભાવ સાથે આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. પ્રતિમાનું અનાવરણ કરી ભાવુક થયેલ ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, 2017 ના આતંકી હુમલામાં 4 આંતકીઓને ઠાર મારીને શહીદ ગોપાલસિંહે શહાદત વહોરી હતી. શહીદ ગોપાલસિંહની દેશભક્તિને આવનારી પેઢી પણ યાદ કરે અને રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ચ્રભાવની ભાવના કેળવાય તે માટે આજનો કાર્યક્રમ સિમાચિહ્નરૂપ છે. ગૃહરાજ્યમંત્રીશ્રીએવીર ગોપાલસિંહના પિતાશ્રી મુનીમસિંહ ભદૌરિયા પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ શ્રી મુનીમસિંહના સપૂત ગોપાલસિંહની કુરબાનીને બિરદાવીઆભારભાવ પ્રગટ કર્યો હતો. શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ કાર્યક્રમમાં શહીદ ગોપાલસિંહની સાથે સાથે અમદાવાદના અન્ય શહીદ પરીવારોના પણ બલિદાન તેમની યશકલગીને બિરદાવી હતી અને તમામ શહીદ પરિવારોનું સન્માન કર્યું હતું.તેઓએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, વર્ષ 2014 પહેલા દેશમાં અનેક આંતકી હુમલા થયા હતા. વર્ષ 2014 માં શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશમાં આંતકી હુમલાઓ ઘટ્યા છે. આંતકીઓએ દેશની સરહદમાં પ્રવેશીને દેશની સુખ શાંતિ છીનવાનો નિર્દોષ નાગરિકોને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ દુશમન દેશના ઘરમાં ધૂશીને સર્જીકલ સ્ટ્રાઇક મારફતે તાબડતોડ જવાબ આપ્યો છે. આંતકી જાનવરોએ નિર્દોષ નાગરિકોના રક્તથી આપણી ઘરતીને ભીંજવાના પ્રયાસ કર્યા છે પરંતુ આજે તેમના આ તમામ પ્રયત્નો વ્યર્થ જઇ રહ્યા છે. આજે દેશની સેના આ તમામ આંતકીઓને જડબાતોડ જવાબ આપે છે. ગૃહરાજ્યમંત્રીશ્રીએ વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના ભયાવહકૃત્યમાં સામેલ આંતકીઓની પ્રવૃતિને વખોડી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ થયેલ જાનમાલની હાનિમાં તેમના દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃતિને આ પ્રસંગે યાદ કરી હતી. અમદાવાદ શહેરના વીર શહીદ ગોપાલસિંહની પ્રતિમા અનાવરણ અને શહીદોના સન્માન કાર્યક્રમમાં અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી પ્રદિપભાઇ પરમાર, શાસકપક્ષના નેતા શ્રી ભાસ્કરભાઇ ભટ્ટ, સ્કુલ બોર્ડના ચેરમેન શ્રી ધીરેન તોમર, અસારવા અને શાહીબાગ વોર્ડના ધારાસભ્ય સર્વે શ્રી ઉપસ્થિત રહ્યા હતા.