સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ, આગામી સુનાવણી આ તારીખે થશે

હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યુ હતુ કે, સૌથી વધુ હેટ સ્પીચ મીડિયા અને સોશિયલ મીડિયામાં થાય છે. આપણો દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? ટીવી એન્કરોના માથે મોટી જવાબદારી છે, પરંતુ ટીવી એન્કર ગેસ્ટને સમય નથી આપતા. એવા માહોલમાં સરકાર કેમ ચુપ છે? કોર્ટે કહ્યુ હતુ કે, એક સખત નિયામક તંત્ર સ્થાપવાની જરૂર છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. હવે ૨૩ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે, ધર્મ સંસદ થવાની હતી ત્યારે તમે શું કાર્યવાહી કરી હતી? શું તમે તેને રોકી? આ મામલે ઉત્તરાખંડ સરકારે કહ્યુ હતુ કે, અમે કલમ ૧૪૪ લગાવી અને ૪ લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ કાર્યવાહી કરી હતી. જસ્ટિસ જાેસેફે કહ્યુ હતુ કે, મને નથી લાગતું કે કોઈપણ ધર્મ હિંસાનો પ્રચાર કરે છે. આ મામલે એવી સજા થવી જાેઈએ કે તે ઉદાહરણરૂપ બની જાય. આપણ વિશાખા ગાઇડલાઇન્સની હદમાં જે પણ કંઈ કરી શકતા હોઈએ તે કરવું જાેઈએ. ખરેખર સંસ્થાઓ જ સમસ્યા છે. ધર્મ શું છે તે ના જાેવો જાેઈએ?

કોર્ટ ડાયરી