સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારે કહ્યુ – “હિજાબ પર પ્રતિબંધ નથી, માત્ર યુનિફોર્મ પહેરવા આદેશ”


કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરવાની રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. બુધવારે આ મામલે અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમાં કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે, પ્રદેશમાં હિજાબ પહેરવા માટે રોક લગાવવામાં નથી આવી, પરંતુ સ્કૂલ-કોલેજના યુનિફોર્મ પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવા મામલે રોક લગાવવા માટેના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ત્યારે અદાલત આ મામલે એકસાથે ૨૩ અરજીઓ પર સુનાવમી કરી રહી છે. તેમાંથી કેટલીક રીટ અરજી પણ છે. હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી તેમાં કર્ણાટક રાજ્ય સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન કર્ણાટકનો પક્ષ રાખતા તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે હિજાબ પર પ્રતિબંધ નથી મૂક્યો. માત્ર યુનિફોર્મ પહેરવાનો આદેશ આપ્યો છે અને તે કોઈધર્મ સાથે લેવાદેવા રાખતું નથી. રાજ્ય સરકાર કોઈપણ ધાર્મિક ગતિવિધિને પ્રોત્સાહન આપતું નથી કે તેના પર પ્રતિબંધ લગાવતું નથી.’ ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેના પર એકસાથે સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સરકારે પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં હિજાબ પહેરવા મામલે રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારે તેના વિરોધમાં કર્ણાટક હાઇકોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય જજ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે તેમના ચુકાદામાં કહ્યુ હતુ કે, ઇસ્લામમાં મહિલાઓને હિજાબ પહેરવો જરૂરી છે તેવું જણાવવામાં આવ્યું નથી. કોર્ટે આગળ કહ્યુ હતુ કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ લાગુ કરવાની સલાહ આપવી કે આદેશ કરવો તે મૌલિક અધિકારીનું ખંડન નથી.

કોર્ટ ડાયરી