ડૉ. મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી
બ્રેકીંગ ન્યૂઝ

ડૉ. મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી

 “દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. ચાલો, દેશના…

સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત
બ્રેકીંગ ન્યૂઝ

સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ને સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત "ભારતની વિશાળ કાર રેલી"નું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્લેક કેટ કાર રેલી  બુધવારના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં આવેલા એનએસજીના હબ ખાતે કાર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ આઝાદી  કા  અમૃત  મહોત્સવ’  તરીકે  આઝાદીના  75 વર્ષની  ઉજવણી કરવી,  અખંડ ભાઈચારા અને દેશભક્તિના સંદેશ સાથે આઝાદીની લડતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાર્તાલાપ કરવો અને દેશવાસીઓમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ફરી જાગૃત કરવાનો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આ રેલી 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થઈ છે. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે 7500 કિલોમીટરની આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ આવી પહોંચેલી રેલીનું નિવૃત્ત એનએસજીના ડાયરેક્ટર જનરલ એ. કે. સીંગે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દેશની શાન છે. મને ગર્વ છે કે એનએસજીને નેતૃત્વ કરવાની તક મળી હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનએસજીના કમાન્ડો તૈયાર હોય છે અને તે દેશનું સર્વશ્રેષ્ઠ આંતકવાદ વિરોધી દળ છેગુજરાત એનએસજીના ગ્રુપ કમાન્ડર જયરામ સિંઘે જણાવ્યું હતું કે એનએસજી બ્લેકકેટ કાર રેલી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીની ચળવળના ઐતિહાસિક સાક્ષી રહેલા સ્થળોની મુલાકાત લઈને અમૃત મહોત્સવને ઊજવી રહી છે. એનએસજી કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.એનએસજી બ્લેકકેટ કાર રેલીનું નેતૃત્વ કરનારા કર્નલ ઓએસ રાઠોરે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે સુદર્શન ભારત પરિક્રમા બ્લેકેટ કાર રેલીનું નેતૃત્વ કરવા મળ્યું છે. જુદા જુદા એનએસજી યુનિટમાંથી સૌથી શ્રેષ્ઠ કમાન્ડોને પસંદ કરીને આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમારું ભવ્ય સ્વાગત થયું, લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, ગ્રીન કોરિડોરથી અમને લાવવામાં આવ્યા છે.એનએસજી કાર રેલીમાં 12 અધિકારીઓ, 2 જુનિયર  કમિશન્ડ ઓફિસર અને 25 કમાન્ડો  સહિત કુલ 49 કર્મચારીઓ  જોડાયા છે.આ રેલી વારાણસી,  બોધગયા,  બહેરામપુર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, હૈદરાબાદ, કોલકાતા,  જમદેશપુર, ચેન્નઈ, ભુજપુર, હુબલપુર, ચેન્નાઇ, મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. આજે રેલી અમદાવાદથી  જયપુર થઈ 30 તારીખે નવી દિલ્હી પહોંચશે. 30 ઑક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય  પોલીસ સ્મારક, ચાણક્યપુરી,  નવી દિલ્હી ખાતે ધ્વજવંદન કરશે.

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી  આચાર્ય દેવવ્રતજી
બ્રેકીંગ ન્યૂઝ

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈએ અને ભારતીય જીવનશૈલી અપનાવીને નિરોગી રહીએ –રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

 ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના  ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને  સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે,  ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ…

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા  ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી ગૃહ વિભાગ દ્વારા ગુજરાત…

કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રીશ્રી
બ્રેકીંગ ન્યૂઝ

કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ના હિરક મહોત્સવ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારને મૂર્તિમંત કરવા…

હવે કોનો વારો?કલેક્ટરેટમા ચિંતા
બ્રેકીંગ ન્યૂઝ

હવે કોનો વારો?કલેક્ટરેટમા ચિંતા

ACB એ પકડતા રડી પડ્યો ચેતન ઉપાધ્યાય...."જાવા દો ને સાયબ...".ની કાકલુદી .......અગાઉ પણ આ લાંચીયો ઝડપાયો તો....તો પણ શીખામણ ન લીધી......સતત બે બે વખત ઝડપાયા નો રેવન્યુ કર્મચારી તરીકેનો રેકોર્ડ આજે રજાના દિવસે કામઢો ગણાતો…

ગતિ શક્તિ માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના વિકાસને વેગવાન બનાવશે: શ્રી સર્બાનંદ સોનોવાલ
બ્રેકીંગ ન્યૂઝ

ગતિ શક્તિ માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના વિકાસને વેગવાન બનાવશે: શ્રી સર્બાનંદ સોનોવાલ

વિશ્વ કક્ષાના અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કના નિર્માણમાં તાલમેલ લાવશે: શ્રી સોનોવાલ આદરણીય કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સોમવારે દીનદયાળ બંદર ટ્રસ્ટના વેપાર ભાગીદારો સાથે સંવાદ સત્ર દરમિયાન સંબોધન કરતી વખતે બંદરોની આગેવાની હેઠળ વિકાસ અને તાજેતરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ વધુ માળખાકીય સુવિધાઓના સર્જનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે ગતિ શક્તિ કાર્યક્રમ વિભાગો દ્વારા એકલા કામ કરવાની રૂઢીગત કાર્યશૈલીને તોડવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનને ચિહ્નિત કરે છે. પ્રસ્તાવિત પ્લાનમાં, હાલમાં અસ્તિત્વમાં રહેલા તેમજ સૂચિત તમામ ઇકોનોમિક ઝોનનું મલ્ટિમોડેલ કનેક્ટિવિટી માળખાકીય સુવિધાઓ સાથે એક જ પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું છે. વિવિધ મંત્રાલયોની વ્યક્તિગત પરિયોજનાઓનું પરીક્ષણ કરવામાં આવશે અને એકંદરે પ્લાન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોમાં રહીને ભવિષ્યમાં તેને મંજૂરી આપવામાં આવશે, જેના કારણે પ્રયાસો વચ્ચે તાલમેલ બેસાડી શકાશે. ભારતમાં વિશ્વ કક્ષાનું, અવરોધરહિત મલ્ટિમોડલ પરિવહન નેટવર્કનું નિર્માણ કરવામાં ગતિ શક્તિ માસ્ટર પ્લાન તાલમેલ લાવશે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન માળખાકીય સુવિધાઓના સંકલિત આયોજન માટે આધુનિક ટેકનોલોજી અને અદ્યતન IT સાધનોને અમલમાં મૂકશે. પૂરાવા આધારિત નિર્ણયો લેવા માટે 200 કરતાં વધારે સ્તરો સાથેની GIS આધારિત ઉદ્યોગ સંસાધન આયોજન પ્રણાલી આનું એક ઉદાહરણ છે. દેખરેખ રાખવા માટે ઉપગ્રહોની તસવીરોનો ઉપયોગ અન્ય એક ઉદાહરણ પૂરું પાડે છે. સમયસર મંજૂરીઓ અને સંભવિત સમસ્યાઓના ફ્લેગિંગની ખાતરી કરવામાં તેમજ પરિયોજના પર દેખરેખ રાખવામાં ડિજિટાઇઝેશન ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. કાર્યદક્ષ લોજિસ્ટિક નેટવર્ક એક આવશ્યક સ્થિતિ છે. અન્ય એક જરૂરી સ્થિતિ, વિનિર્માણ ક્ષેત્રમાં આર્થિક વ્યાપકતા પ્રાપ્ત કરવાની છે. ઔદ્યોગિક પાર્કો અને લોજિસ્ટિક પાર્કોનું કદ વૈશ્વિક સ્પર્ધાત્મકતાના સ્તર સુધી વધારવાની જરૂર છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ સંગઠન (NICDC), જે અગાઉ DMIDC તરીકે ઓળખાતું હતું, તે આવા ઔદ્યોગિક કોરિડોર્સનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારો સાથે ઘનિષ્ઠ સંકલન સ્થાપિત કરીને કામ કરશે. સૌની સહિયારી દૂરંદેશી સાથે પરિયોજનાઓની ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવશે અને વિવિધ મંત્રાલયો તેમજ રાજ્ય સરકારોની માળખાકીય સુવિધા યોજનાઓ જેમકે, ભારતમાલા માર્ગ પરિયોજના, સાગરમાલા જળમાર્ગ યોજના, બંદરો અને ઉડાન યોજના વગેરેને સામેલ કરવામાં આવશે. શ્રી સોનોવાલે વધુમાં વેપારજગત દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા અને બંદરોની કામગીરી તેમજ લોજિસ્ટિક યોજનાઓની અન્ય લિંક્સમાં સામેલ વિવિધ એજન્સીઓ વચ્ચે અસરકારક ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. આદરણીય મંત્રીશ્રીએ દીનદયાળ બંદર ટ્રસ્ટ દ્વારા જહાજોના ટર્ન અરાઉન્ડ ટાઇમ (TAT)માં ઘટાડો કરવા માટે MoSPWના માર્ગદર્શન હેઠળ માળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ સાહસો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ઇ-દૃષ્ટિ, RFID આધારિત ઍક્સેસ નિયંત્રણ પ્રણાલી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (EoDB)નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે DPT દ્વારા અમલમાં મૂકમાં આવેલી ક્લાઉડ આધારિત ERPના અમલીકરણ જેવી વિવિધ પરિયોજનાઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”
બ્રેકીંગ ન્યૂઝ

“7 નવી કંપનીઓના સર્જનથી ભારતને મજબૂત બનાવવાના ડૉ. કલામના સપનાંને વધુ શક્તિ મળશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત નવી સંરક્ષણ કંપનીઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ તેમજ અન્ય…

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું

ANI_20211015068 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા છાત્રાલયના તબક્કા-1નું ભૂમિપૂજન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોની લેવા ભાવનાની પ્રશંસા…

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..
બ્રેકીંગ ન્યૂઝ

PM મોદી સાહેબે સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું..

સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું હતું.આ કાર્યક્રમમા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા…