
મહે.પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, તથા અધિક પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, સેકટર-૦૧ તથા નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, ઝોન-૦૨ તેમજ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી.ચૌહાણ સાહેબનાઓની સુચના તથા દેખરેખ હેઠળ સુરત શહેર વિસ્તારમાં નાસતા-ફરતા તથા પેરોલ-ફર્લો આરોપીઓ પકડવા ઝુંબેશ રાખવામાં આવેલ જે અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં નાસતા-ફરતા તથા પેરોલ-ફર્લો આરોપી શોધી કાઢવા સારૂ અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. કે.એચ.ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક-આઉટ કરતા હોય તે દરમ્યાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા અ.હે.કો.રાજુભાઈ હાલુભાઈ તથા અ.હે.કો.ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનીકલ વર્ક-આઉટ કરી I.C.J.S પોર્ટલ મારફતે લિંબાયત પો.સ્ટેના છેલ્લા નવ (૦૯ વર્ષ)થી મારા-મારીના ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપી જુલ્ફીકાર ઉર્ફે મહંમદ સોહીલ ઉર્ફે સોહેલ ગુંડે S/O મહમદ એઝાજ સીદ્દીકી નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.’
સદર ગુનાનાં કામે સંડોવાયેલ આરોપી જુલ્ફીકાર ઉર્ફે મહંમદ સોહીલ ઉર્ફે સોહેલ ગુંડે S/O મહમદ એઝાજ સીદ્દીકી નાઓએ ગઈ તા-૨૦/૦૧/૨૦૧૭ના રોજ મદિના મસ્જીદ પાસે આવેલ ગરીબ દરબાર હોટલ ચલાવતા ફરીયાદીશ્રી ઈલ્યાસ ઈકબાલ રંગરેજનાઓને ત્યા સહ-આરોપી સરવર શેખ તથા ઇમરાન અહમદ ખુરશીદ અહમદ અંસારીનાઓ સાથે જમવાનુ પાર્સલ લેવા માટે ગયેલ અને પાર્સલ લીધા બાદ ચુકવણી માટે છુટા પૈસા ન હોવાથી હોટલ માલીકે પાર્સલ પરત લઈ લેતા સદર આરોપી તથા સહ-અરોપીનાઓ ગુસ્સામાં ફરીયાદીને તથા તેમના દિકરા સાથે ગાળા-ગાળી કરી નજીક માંથી લાકડાના ફટકાઓ લાવી તેઓને માથાનાં ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયેલ હોય જે મારા-મારીના ગંભીર ગુનાના આરોપીને I.C.J.S પોર્ટલ આધારે પકડી પાડી આરોપીને અટક કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે……..
પકડાયેલ આરોપીનુ નામ :-
જુલ્ફીકાર ઉર્ફે મહંમદ સોહીલ ઉર્ફે સોહેલ ગુંડે S/O મહમદ એઝાજ સીદ્દીકી ઉ.વ.આ.૨૭ રહેવાસી.ઘર નંબર.૭૪, ગલી નંબર.૦૨, શાસ્ત્રીચોક લિંબાયત સુરત શહેર મુળગામ.કરનપુર પો.સ્ટ.સમસાબાદ થાના.સૈની ત.સીરાથુ જી.કૌસ્મબી (મંજનપુર) (ઉત્તરપ્રદેશ) મઉ (ઉતરપ્રદેશ)
નોંધાયેલ ગુનાની વિગત :-
લિંબાયત પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર.૦૦૭૧/૨૦૧૭ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ.૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ.૧૩૫ મુજબ
આરોપીનો ગુનાહિત ઈતિહાસની વિગત :-
લિંબાયત પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર:૧૧૨૧૦૦૨૫૨૨૩૮૭૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૬(૨)(જે),૩૭૬(૨)(કે),૩૭૬(૨)(એન),૩૭૬(૩,૩૭૬(ડીએ), ૩૭૦(એ)(૧),૩૫૪(એ)(૧)(ii),૩૫૪(બી),૩૧૩,૪૬૫,૪૬૮,૨૦૧,૨૧૨,૧૧૪ ૩૪, ૫૦૬(૨) તથા અનૈતિક વેપાર(અટકાવતો) અધિનિયમ- ૧૯૫૭ની કલમ-૩(૧),૪(૧),૫(૧),૭(૧)બી તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-૨૦૦૦ની કલમ-૬૬(ઈ),૬૭(બી) મુજબ ,
કામગીરી કરનાર અધીકારી કર્મચારી:-
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી.ચૌહાણ
સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.કે.એચ.ચૌધરી
અ.હે.કો.રાજુભાઈ હાલુભાઈ
અ.હે.કો.ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ
અ.હે.કો.શૈલેષસિંહ કાળાભાઈ
અ.પો.કો.હરેશભાઈ મંગળુભાઈ
