(વડોદરા શહેર) માંજલપુર પો.સ્ટે.ના રોકડ રૂ-૨,૦૦,૦૦૦/- ના ચોરીના ગુનામાં નાસતા-ફરતા રીઢા ગુનેગારને પકડી પાડતી લિંબાયત પોલીસ

મહે.પોલીસ કમીશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમીશ્નર સાહેબ શ્રી. સેક્ટર-૦૧ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, ઝોન-૦૩ તેમજ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી, “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ચૌહાણ સાહેબનાઓની સૂચના તથા દેખરેખ હેઠળ શરીર તથા મિલ્કત સંબંધી નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સર્વેલન્સના સ્ટાફના પો.સ.ઇ. કે.એચ.ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી શરીર તથા મિલ્કત સંબંધી અન-ડિટેક્ટ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક આઉટ કરતા હોય તે દરમ્યાન અત્રેના પો.સ્ટેમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા અ.હે.કો. વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા અ.હે.કો. અનિરુધ્ધસિંહ પ્રહલાદસિંહ તથા અ.પો.કો. સાજણભાઈ કાનાભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે વડોદરા શહેર માંજલપુર પો.સ્ટેમાં આરોપી યોગેશ ઉર્ફે રાહુલ નામદેવ પાટીલનાએ તથા ત્રણ સહ-આરોપી સાથે ગઈ તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા મકરપુરા પાસે આવેલ જી.આઈ.ડી.સી યુનિયન બેંન્ક ઓફ ઇન્ડીયા પાસે એક ઇસમ બૅન્કમાં જઈ રુપિયા ભરવાની સ્લીપ ભરતો હોય જેને વાતોમાં લઈ નજર ચુકવી વિશ્વાસ અપાવી આરોપીઓ પોતાની પાસે રૂમાલમાં બાંધેલ કાગળવાળુ બંડલ જેના ઉપર એક ૫૦૦/-રૂપિયાવાળી અસલનોટ બાંધી તેનુ બંડલ બતાવી રોકડ રૂ-૨,૦૦,૦૦૦/-મત્તાના ચોરીના ગુનામાં નાસતા-ફરતા રીઢા આરોપીને હ્યુમન રીસોર્સ આધારે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે…..

પકડાયેલ આરોપીનુ નામ :-

યોગેશ ઉર્ફે રાહુલ નામદેવ પાટીલ ઉ.વ-૩૦ ધંધો-મજુરી રહે.૧૨૯ શાંતીનગર-૦૧ લીમ્બાયત સુરતશહેર

નોંધાયેલ ગુનાની વિગત :-

(વડોદરા શહેર)માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૦ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ * આરોપીનો ગુનાહિત ઈતિહાસની વિગત: –

(૧)સચીન GIDC પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૪/૨૦૧૭ ઇ.પી.કો.ઇ.પી.કો.કલમ -૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

(૨)પાંડેસરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૪૫૨૪૩૭૫૨/૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૫૪ મુજબ

(૩)પાંડેસરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૪૫૨૪૩૭૫૦/૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૧૮(૪).૫૪ મુજબ

(૪)મહિધરપુરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૩૦૨૨૦૬૧૪/૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯,૩૨૮,૧૧૪ મુજબ

(૫)ખટોદરા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૩૦/૨૦૧૯ ઇ.પી.કો ક-૩૭૯,૧૧૪ મુજબ

(૬)મહિધરપુરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૬૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૪૦૭, ૪૨૦,૧૨૦ (બી),૧૧૪ મુજબ

(૭)ઉધના પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૪૭૨૪૦૯૬૯/૨૪ ઇ.પી.કો કલમ-૪૨૦,૧૨૦ (બી),૧૧૪ મુજબ

(૮)કડોદરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૬૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ

(૯)ઉધના પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૩/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૪૦૭,૪૨૦,૧૧૪ મુજબ

  • કામગીરી કરનાર અધિકારી કર્મચારી:-

પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ચૌહાણ

સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. કે.એચ.ચૌધરી

અ.હે.કો.વિક્રમભાઈ ગોવિંદભાઈ

અ.હે.કો.અનિરુધ્ધસિંહ પ્રહલાદસિંહ

અ.પો.કો. સાજણભાઈ કાનાભાઈ

તમામ નોકરી લિંબાયત પોલીસ સ્ટેશન નાઓએ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

સમાચાર