ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રામજી મંદિરના મહંત ને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ફુલ હાર સાલ ઓઢાડી શ્રીફળ આપી તેમના ચરણ કમળમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા તેમજ બંને ગુરુઓનું ધારાસભ્ય શશીકાંત પંડયા ગુરૂપૂજન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડીસાના નવા નિમાયેલા ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર તેમજ મહામંત્રી હકમાજી જોશી તથા મંત્રી રાકેશભાઇ પટેલ દ્વારા ફુલહાર કરી ગુરુ વંદના કરવામાં આવી હતી ત્યારબાદ નવા નિમાયેલા કારોબારી સભ્યો દ્વારા ગુરુ વંદના કરાઇ હતી આ ગુરુ વંદના કાર્યક્રમ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર મહામંત્રી હકમાજી જોષી મંત્રી રાકેશભાઇ પટેલ તથા ડીસા નગર પાલિકાના નવા નિમાયેલા કારોબારી સભ્યો સહિત ભાજપ મહિલા મોરચામા જોલીબેન પટેલ, નયનાબેન સોલંકી તેમજ અન્ય નામી અનામી સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

સમાચાર