મોડાસાની એમ. કે. શાહ (લાટીવાળા) સાયંસ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વાર્તા લાપ

*અરવલ્લી
શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિતશ્રી એમ.કે.શાહ(લાટીવાળા) સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના સરકારી પ્રતિનિધિ EC મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા યુનિવર્સિટી ને લગતા, પરીક્ષા વિષય ના વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન અને મૂંઝવણ નિવારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તથા સર પી.ટી.સાયન્સ કોલેજ દ્વારાજેમાં યુનિવર્સિટી દ્વારા લેવાનાર પરિક્ષાઓ અંગે સમજણ આપી ડિગ્રી સર્ટિફિકેટ, યુનિવર્સિટીની સિંગલ વિન્ડો સિસ્ટમ અને સામાજિક સેવાકાર્ય પ્રત્યે અભિરૂચિ કેળવવાની પ્રેરણા આપી તથા સર પી.ટી.સાયન્સ કોલેજના ઉપક્રમે યોજાયેલ આંતરરાષ્ટ્રીય શોધ સેમીનારમાં હાજરી આપી પ્રેરક ઉદબોધન કર્યુ. આ પ્રસંગે મંડળ ના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ સાયંસ કોલેજ ના પ્રભારી મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ જે. શાહ, ડો. ઘનશ્યામભાઈ શાહ તથા ડો. કે. પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રા. ગિરીશ વેકરીયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.એસ.ડી.વેદિયા દ્વારા કરવામાં આવ્યું.

સમાચાર