ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આર એન્ડ બી દ્વારા દબાણ હટાવની ઝુમ્બેશ હાથ ધરવામાં આવી

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આજે આર એન્ડ બી વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુમ્બેશ હાથ ધરવામાં આવ્યું હતું સેવાલિયા ગોધરા રોડ અને સેવાલિયા બાલાસિનોર પર માર્ગ અને મકાન વિભાગની જમીન ઉપર દુકાનો બાંધી પોતાનું ગુજરાન ચલાવતા દુકાનદારોને આર એન્ડ બી દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજરોજ સવારથી ખેડા જિલ્લાનું મેગા ડિમોલેસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 300 થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી હતી  વિકાસપથમા અડચણ સમાન દુકાનો દૂર થતા ટ્રાફિક સમસ્યા હલ થશે અને નગરનો વિકાસ પણ સારી રીતે થઇ શકશે.  કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧ ડીવાયએસપી, ૨ પી.આઈ, ૧૧ પીએસઆઇ, ૧૬૦ પોલીસ, ૪૦ મહિલા પોલીસના જવાન, ૫ મામલતદાર, ૫ મેડિક્લ ટિમ એબ્યુલન્સ સાથે, ૨ એમજીવીસીએલ ટીમ સાથે ૧ ફાયર ફાઈટર ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર