નવસારી
જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી-ખેરગામ ખાતે આશાબહેનો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જુવેનાઇલ જસ્ટીસ ઍકટ-૨૦૧૫, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો કાયદો-૨૦૧૨, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, દત્તક વિધાન તથા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અને તેની ભૂમિકા વિશે કાયદાકીય અને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતા ગંજી, સુરક્ષા અધિકારી શ્રી હિરેનભાઇ ચૌધરી, પ્રિતેશ પટેલ તથા લીગલ કમ પ્રોબેશન અધિકારી બીના પટેલ ઉપસ્થિત રહયાં હતાં.

