તા ઉતે વાવાઝોડા બાદ વહીવટીતંત્રની વાયુવેગે કામગીરી
અમદાવાદ : બોટાદ જિલ્લામાં વાવાઝોડા બાદ કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંગ સાંદુ એ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી ગ્રામજનોને રૂબરૂ મળી ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી થયેલ નુકશાનની જાણકારી મેળવી હતી.
કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તાએ બરવાળા તાલુકાના ખાંભડા, રાણપરી તેમજ રાણપુર તાલુકાના જાળીલા અને બગડ ગામનો પ્રવાસ કરી ખેતી પાક, બાગાયત, વીજળી સહિત વિવિધ ક્ષેત્રે વાવાઝોડાથી થયેલ નકશાની અંગેની જાણકારી મેળવી હતી. તેમણે જે તે ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી સત્વરે વળતરની રકમ ચૂકવી શકાય અને લાભાર્થીને વાવાઝોડાથી થયેલ નુકશાનની અંગેના વળતરની રકમ સમયસર મળી જાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી.
કલેકટરશ્રીએ વિવિધ ગામોની જાતે લીધેલ મુલાકાતથી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને થયેલ નુકશાનનીના વળતરની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા ખાતરી આપતા ગ્રામ્ય લોકો ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.






