પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ ઠાણા ૩૬ નો ઉત્સાહ અને ઉમંગ ના વાતાવરણ સાથે ચાતુર્માસ પ્રવેશ ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની પાવન નિશ્રા યોજાયો, સવારે મર્યાદિત સંખ્યામાં લોકો ને ઉપસ્થિત રાખી ને શોભાયાત્રા આયોજિત કરવામાં આવી જેમાં ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા અને રાષ્ટ્રસંત સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના ફોટા બગી માં લઈ ને બેસવા નો લાભ પાટણ ના મોરખીયા વાડીલાલ કેશવલાલ પરીવારે લીધો, શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં સંપન્ન થઇ ત્યાર બાદ ધર્મસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં જૈનાચાર્ય શ્રી અને મુનિરાજો ના પ્રવચન યોજાયા , ધર્મસભા માં જૈનાચાર્ય શ્રી અને મુનિરાજ શ્રી ને મધ્યપ્રદેશ નાં બડનગર નિવાસી સંઘવી રાજેન્દ્રકુમાર શંકરલાલ પરિવાર દ્વારા કામળી અર્પણ કરવામાં આવી, મુનિરાજ શ્રી ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે નગર માં ચાતુર્માસ હેતુ પઘારેલ સાઘુ સાઘ્વી મહારાજો ની પાવન ઉપસ્થિતિ રહી, ચાતુર્માસ પ્રવેશ ના આયોજન નો લાભ ત્રિસ્તુતિક જૈન સંઘ ના અગ્રણી થીરપુર તીર્થ નિવાસી જેઠીબેન ચીમનલાલ પરિવાર નાં શાન્તિભાઈ શેઠ દ્વારા લેવામાં આવ્યો , મુનિરાજ શ્રી ના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે દરેક વર્ષે આવતા અનેક નગરો ના હજારો ભાઈ બહેનો ને કોરોના ની પરિસ્થિતિ ના કારણે નહીં આવવા માટે મુનિરાજ ના દ્વારા સંદેશો મોકલવા માં આવ્યો હતો જેનું દરેક ભાઈ બહેનો એ પાલન કરી ને સોશ્યલ મીડિયા અને પત્ર ના માધ્યમ થી ચાતુર્માસ પ્રવેશ ની શુભેચ્છા પાઠવી, ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ ના અગ્રણી અલકેશ મારવાડી એ જણાવ્યું કે પ્રવેશ પ્રસંગે નિશ્રા પ્રદાન કરવા માટે પધારેલ ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા નું આગામી ચાતુર્માસ ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના ભીલડી નગરે થશે, કાર્યક્રમ નું સંચાલન સંજયભાઈ મોદી એ કર્યું, કાર્યક્રમ ને સફળ બનાવવા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ના સદસ્યો નું યોગદાન રહ્યું



