મહેસાણા
પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી ૦૭ ડિસેમ્બરના રોજ સમ્રગ દેશમાં કરવામાં આવે છે. પોતાનું સર્વોચ્છ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતિ દેશના નાગરિકો દ્વારા સન્માનની લાગણી પ્રદર્શિત કરવા આ અવસરની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વધુ દાન આપનાર નાગરિકો સંસ્થાઓ,સરકારી વિભાગો,દાતાશ્રીઓનું સન્માન જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તમામ દાતાશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જિલ્લામાંથી વધુ ફાળો એકત્રિત થાય તે બાબતે અપીલ સાથે લોકોમાં સમર્પણ અને નિષ્ઠાની ભાવના ઉજાગર થાય તેવી આશા વ્યક્ત કરી હતી
આ કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી એચ.એન.લીમ્બાચીયા ધ્વજદિન બાબતે ઉપસ્થિત સૌ અધિકારીઓ,મહેમાનો,દાતાઓને સશસ્ત્ર સેના ધ્વજદિનની મહત્તા બતાવેલ તથા તેને અનુરૂપ વિડીયો ક્લીપ પ્રદર્શિત કરી માહિતગાર કર્યા હતા.
દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનાર શૂરવીર સૈનિકો તથા તેઓના પરીવારજનોને પ્રતિ નાગરિકો દ્વારા આત્મયીયતા અને સન્માનની લાગણી પ્રદશિત કરવા આ અવસરની ઉજવણી કરવામાં આવે છે.
આ ફાળો શૂરવીર સૈનિકો તથા પરીજનોના કલ્યાણકારી યોજનાઓમાં ઉપયોગ થાય છે જેની વિગતે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના વ્યવસ્થાપક સહિત અધિકારીઓ,કર્મયોગીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





