શહેરમાં માત્ર ૧૩ વર્ષની તરૂણીએ એક બાળકને જન્મ આપતા વિસ્તારમાં ચકચાર

શહેરમાં માત્ર ૧૩ વર્ષની તરૂણીએ એક બાળકને જન્મ આપતા હોસ્પિટલના તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ગઇ કાલે એક અજીબો ગજબ કિસ્સો નોંધાયો હતો. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની તરુણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ધ્રોલ પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમે જાેડીયા તાલુકાના તારાણા ધાર વિસ્તારમાં એક વાડીમાં કામ કરતા આરોપી અનેશ ભુરીયાને દબોચી લીધો છે. ખેત મજૂરી કામ સાથે જાેડાયેલી માત્ર ૧૩ વર્ષની એક તરૂણીએ ગઇ કાલે વહેલી સવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વૉર્ડમાં એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતા બાદ તરૂણી અને તેનું બાળક બંને તંદુરસ્ત અવસ્થામાં છે. પરંતુ માત્ર ૧૩ વર્ષની તરૂણીએ બાળકને આપેલા જન્મને લઇને જામનગર જી.જી હોસ્પિટલનું તંત્ર અચંબામાં પડી ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભોગ બનનાર પ્રસૂતાની પુછપરછ પણ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ સગીરાનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. જેમાં તેણીની જન્મ તારીખ ૧/૧/૨૦૦૭ દર્શાવાઇ હતી. જેથી સગીરા માત્ર ૧૩ વર્ષની ઉંમરની હોવાનું જાણવા મળતા ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. જેમાં આખરે ભોગ બનનારી સગીરા અને તેના બહેન-બનેવીએ ખુલાસો કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, સાત મહિના પહેલા ધ્રોલ તાલુકાના આણંદપર ગામની સીમમાં એક વાડીમાં ખેતમજૂરી કામ કરતા હતાં. તે દરમિયાન પાડોશીની વાડીમાં જ કામ કરતા અનેશ કાળુભાઇ ભુરીયા નામના શખ્સે સગીરાને ત્રણેક વાર પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેના કારણે તેણી સગર્ભા બની હતી અને બાળકને જન્મ આપ્યો હતો.

ક્રાઇમ ડાયરી