


વડોદરા મહાનગર પાલિકાએ 55 વર્ષમાં માંડ એક લાઇબ્રેરી આપી હતી, પરંતુ તેની પણ ભ્રૂણ હત્યા થઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. 12 વર્ષ પહેલાં સુભાનપુરાના લોકોને લાઈબ્રેરી આપવા 17.86 લાખના ખર્ચે બાંધકામ કરાયું હતું. પરંતુ આજ સુધી લાઈબ્રેરીમાં પુસ્તકો મુકાયાં નથી. આશ્ચર્યની વાત છે કે આવી મિલકતનું બાંધકામ કરાયું છે તેની હાલમાં તંત્ર સુદ્ધાંને ખબર નથી.વાંચનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે વર્ષ 2010માં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સ્થાયીએ સુભાનપુરામાં વેરાઈ માતા મંદિર નજીક ફાઇનલ પ્લોટ 470 પર લાઈબ્રેરી બનાવવા 17.86 લાખનો ખર્ચ કરવાનું નક્કી કરી ઇજારદાર ભાવિન એન્ટરપ્રાઇઝને કામ આપ્યું હતું. જેમાં એક રીડિંગ રૂમ, ટોયલેટ, બાથરૂમ અને ઉપરનાં માળે એક રૂમ બનાવાઈ હતી. આ કામગીરી પૂરી થયાને 12 વર્ષ વીત્યા છે, પરંતુ ત્યાં લાઈબ્રેરી અસ્તિત્વમાં નથી. લાઈબ્રેરીનું સ્ટ્રક્ચર છે, જેમાં ફર્નિચર પણ પુસ્તકોની રાહમાં ધૂળ ખાઇ રહ્યું છે.વડોદરા મહાનગર પાલિકાએ 55 વર્ષમાં માંડ એક લાઇબ્રેરી આપી હતી, પરંતુ તેની પણ ભ્રૂણ હત્યા થઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. 12 વર્ષ પહેલાં સુભાનપુરાના લોકોને લાઈબ્રેરી આપવા 17.86 લાખના ખર્ચે બાંધકામ કરાયું હતું. પરંતુ આજ સુધી લાઈબ્રેરીમાં પુસ્તકો મુકાયાં નથી
