વડોદરાના પાદરામાં બેફામ ઉદ્યોગોના કારણે ૨૫ ગામોની જમીનમાંથી નિકળે છે કેમિકલ વાળું પાણી !

માનવી માનવીનો જ બન્યો દુશ્મન ! આ શબ્દો લખવાનું એક માત્ર કારણ પાદરા તાલુકામાં બોરવેલ માંથી નીકળતું લાલ પાણી છે. સામાન્ય રીતે કુવા કે બોર માંથી મોટર ચાલુ કરતાં પાણી સફેદ કાચ જેવું શુદ્ધ નીકળે છે. પરંતુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ખેડૂતો મોટર ચાલુ કરે એટલે લાલ રંગનું ઝેર નીકળી રહ્યું હોય અને આ દેણ કુદરતી નહીં પરંતુ પાદરા તાલુકામાં બેફામ રીતે ધમધમી રહેલા ઉદ્યોગોની છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કોઈ રોકટોક ન હોવાથી ઉદ્યોગો ધરતીમાં ઝેર ઠાલવી રહ્યા હોય ? સુત્રો મુજબ, ખેતરમાં ઉગાડવામાં આવતો તમામ પ્રકારના પાકમાં આ કેમિકલવાળા પાણીનો જ ઉપયોગ થતો હોય છે. આ વિસ્તારના કોઈ પણ ખેતરમાં જઈને કુવો કરો કે બોરવેલ કરો પાણી લાલ અને કાળા રંગનું જ આવતું હોય છે. કારણ કે, અહીં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ હોય અને તવોએ જમીનના તળમાં ઝેર ભેળવી દીધું છે અને હજુ પણ ભેળવી રહી છે.  

૪૦ વર્ષે પહેલા સરકારે પાદરાને ઔધોગીક ઝોન જાહેર કર્યું હતું અને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના કારણે પાણી ઝેર બન્યું. સરકારે પાદરામાં ઉદ્યોગકારો માટે લાલ ઝાઝમ પાથરી ઉદ્યોગોના વિકાસ કરાવતા  સ્થાનિક ખેડૂતોની ખેતીને બરબાદ કરી નાખી. કેમિકલવાળા લાલ પાણીથી ખેતી થતી હોય બગાયત પાકો હોય કે શાકભાજી કે અન્ય પાકો તમામ ખેતીમાં ખેડૂત આ કેમિકલવાળા પાણીનો ઉપયોગ કરતો હોય તેમજ પશુપાલન માટે પણ ખેડૂત આ જ પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યો છે.

પાદરા તાલુકામાં આવ્યા આવેલ ૮૫ ગામ માંથી ૨૫ ગામના પાણી પ્રદૂષિત થતા નુકસાની સિવાય ખેડૂતો પાસે કોઈ રસ્તો નથી. એક સમયે પાદરા તાલુકો એટલે શાકભાજીના ટોપલા (વેજીટેબલ બાસ્કેટ) તરીકે ઓળખાતો અહીંથી ચેન્નાઇ અને બેંગલોર જેવા અનેક શહેરોમાં ખેત પેદાશોની નિકાસ થતી હતી હવે તે નામશેષ થવાને આરે છે. આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવરથ આચાર્ય અને પ્રધાનમંત્રી મોદી ઓર્ગેનિક ખેતી ની વાતો કરે અને સભાઓમાં ભાષણ કરે છે.પરંતુ આજે તેમની જ દેણના કારણે પાદરા તાલુકાના ૨૫ ગામના ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાઈ શકે તેમ નથી કારણ કે, ખેતી માટે શુદ્ધ પાણી ક્યાંથી લાવું ઉદ્યોગોએ ખેડૂતનો એ હક્ક છીનવી લીધો છે.

લુણા થી પિલુદ્રા ગામની બન્ને બાજુ કંપનીઓએ અડ્ડો જમાવી રાખ્યો છે જેના કારણે અહી સ્થાનિક લોકો માટે પશુપાલન કરવું મુશ્કેલ બની ગયું છે.એવું કહી શકાય કે, ઉદ્યોગકારોએ લાલ રંગનું જાહેર જમીનમાં ઉતારી ખેતી અને ખેડૂતોનું જીવન બરબાદ કરવાનું મન બનાવી લીધું છે અને આ ઝેરને રોકવાની જગ્યાએ સરકાર પણ ઉદ્યોગકારો નો સાથ આપી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે .

જમીનમાં ઝેર ક્યાંથી જઈ રહ્યું છે ? ઉદ્યોગોના કારણે ૨૫ ગામની કેવી છે હાલત ?

૨૫ ગામોમાં ભૂગર્ભજળ માનવી માટે પીવા લાયક નથી રહ્યા અને આ પાછળનું કારણ ઉદ્યોગો છે.પરંતુ આ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કંપનીઓમાંથી જે કેમિકલવાળું પાણી નીકળે છે તેને બોરવેલ ની મદદથી ફરી જમીનમાં ઉતારી દેવાઇ છે. નિયમ પ્રમાણે, દરેક કંપનીઓએ પાણીને ટ્રીટમેન્ટ કરીને જમીનમાં ઉતારવાનું હોય છે પરંતુ પાદરમાં આવેલ મોટા ભાગની કંપનીઓ સરકારની રહેમ નજરના કારણે ટ્રીટમેન્ટ કર્યા વગર જ કેમિકલવાળું પાણી જમીનમાં ઉતારી દે છે. અને આ પાણી ભૂગર્ભ જળમાં રહેલા પાણી સાથે ભળી જાય છે અને આસપાસના અનેક કિલોમીટરના વિસ્તારમાં પાણીને દૂષિત કરે છે એટલું જ નહીં ઉદ્યોગોમાંથી એટલી રજ ઉડે છે કે પાક અને ઉભા વૃક્ષો પણ સુકાઈ જાય નાશ પામે છે.

પાદરામાં પાણી પીવા લાયક નથી પીવા લાયક પાણી માં ટીડીએસનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ? અહીં પીવાના પાણીની જ વાત થઈ રહી છે ત્યારે આપણે જણાવીશું કે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ગાઈડ લાઈન પ્રમાણે ૩૦૦ ટીડીએસ થી વધુનું પાણી પીવા લાયક નથી હોતું. જ્યારે એમ.એસ.યુનિવર્સિટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના અભ્યાસ પ્રમાણે પાદરાના ૨૫ ગામોમાં ૨૦૦૦ થી ૪૫૦૦ ટીડીએસ વાળું પાણી જમીન માંથી નીકળે છે. પાદરા તાલુકામાં આવેલ ગામોમાં ક્યાં ગામમાં TDSનું પ્રમાણ કેટલું તે જાણો ગામ કોટના માં ૨૦૦૫ TDS, વણછરા માં ૨૦૦૨ TDS, વીરપુર માં ૨૧૦૭ TDS, પાયોદ માં ૨૨૦૦ TDS , તિથોર માં સૌથી વધું ૪૫૦૦ TDS ,ચોકારી માં ૨૭૦૦ TDS, સુલતાનપુરા માં ૨૮૮૧ TDS, માસર માં ૨૦૮૧ TDS, કણઝટ માં ૨૬૦૦ TDS, સાધી માં ૨૦૧૮ TDS, ડબકા માં ૨૭૦૦ TDS અને દુધવાડા માં ૩૪૦૦ TDS નોધાયેલ હોય. જે પીવાના પાણીમાં રહેલા ટીડીએસ કરતાં ૧૦  થી ૧૫ ગણું વધું હોય.

હંસમેન ઇન્ટરનેશનલ, કિરી ડાય એન્ડ કેમિકલ, મયુર ડાયકેમ ઇન્ટરનેશનલ, મેઘાણી ઇન્ડસ્ટ્રીઝ જેવી અનેક કંપનીઓ કેમિકલ જમીનમાં ઠાલવી રહી હોય અને વારંવાર પકડાય પણ છે.પરંતુ આજ સુધી તે કંપનીઓ સામે કડક કાર્યવાહી થતી ન હોય એવા સીધા આક્ષેપ સ્થાનિક ખેડૂતો દવારા કરવામાં આવી રહ્યા છે.

પાદરા તાલુકા અને રાજ્યના તાલુકાઓમાં ઉધોગોના કારણે પાણી પ્રદુષણની સમસ્યાનો મુદ્દો સૌથી મોટો છે.અને આ પ્રદૂષણનો અંત આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ બન્યું છે.

બ્રેકીંગ ન્યૂઝ