વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગોધરા આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

પંચમહાલ,તા.૧૭
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે, આઇ.ટી.આઇ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા(મહિલા)ના આચાર્ય દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે તાલીમાર્થીઓના પ્રથમ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થીની સાથે સાથે ભૂતપૂર્વ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હોય તેવા કુલ ૬૩ તાલીમાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે પદવીદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સી.કે.રાઉલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થી દ્વારા પ્રેરક સંબોધન કરીને માહિતી અપાઈ હતી. આ સાથે કાર્યક્રમના અંતે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા ખૂબ પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.

સમાચાર