યુથ કોંગ્રેસ ૭૫ બેઠકો પર યાત્રા કરશે, યાત્રામાં ૨૭ જિલ્લા કવર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટીકિટની માંગ કરી છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈને પણ કોંગ્રેસ હવે આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ હવે આદિવાસી મતો અંકે કરવા અંબાજીથી ઉમરગામ અને સુઈગામથી સોમનાથ સુધીની બે યાત્રાઓ કરશે. ૫ તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની ૭૫ બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે. જાે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દરમહિને ૩ હજારનું ભથ્થુ આપવામાં ર્નિણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં ૧૦ લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે. ૨૨મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સૂઇગામથી સોમનાથ સુધીની યાત્રા નીકળશે. આ બંને યાત્રામાં ગુજરાતના ૨૭ જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મશાલ યાત્રા, સમંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરાશે.

સમાચાર