
વિસનગરમાં શહેર પોલીસે નાનક પ્લાઝા પાસે એક શખ્સ કાપડની થેલીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ઊભો છે. તેવી બાતમીના આધારે રેડ કરી દારૂ લઈ ઊભેલા શખ્સને દારૂ સાથે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે દારૂ સહિત કુલ ૧૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો એ.એસ.આઇ બળવંતસિંહ, અ.પો.કો મયુરધ્વજસિંહ તથા અ.પો.કો મહેશભાઈ વેલજીભાઈ પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જી.ડી.સર્કલ પાસે હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ પોતાની એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ નાનક પ્લાઝા બસ સ્ટેન્ડ પાસે ફરે છે. જે રોડ આગળ જ ઊભો છે જે હકીકતને આધારે ઇસમને ઝડપી લીધો હતો. જ્યાં ઇસમને નામ પૂછતા શ્રીમાળી સુહાગભાઈ લક્ષ્મણભાઈ હોવાનું જણાવ્યું હતું. જ્યાં આ દારૂ ઠાકોર કિશનજી ઉર્ફે ભૂરો નામના શખ્સે આપ્યો હતો. જે રેડ દરમિયાન આ શખ્સ મળી આવ્યો ન હતો. આમ પોલીસે શખ્સ પાસેથી કાપડની થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૦ કિંમત રૂ. ૮૦૦, મોબાઈલ નંગ ૧ કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૧૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઈસમો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
