



ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા ખાતે તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો યોજી કાર્યક્રમ ને સફળ બનવવા કવાયત હાથ ધરાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠક યોજાઇ.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી , પૂર્વમંત્રી મોતીલાલ વસાવા , જિલ્લા ભાજપાના હોદ્દેદારો તેમજ આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સભ્યો,તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો,નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યો, વિવિધ મંડલ તથા મોરચાના હોદ્દેદારો, આગેવાનો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં યાત્રાને લગતી વિવિધ સમિતિ ઓ ની રચના કરી યાત્રા દરમ્યાન વ્યવસ્થા જળવાઈ રહે તેની ચર્ચા કરવામાં આવી હતી .
