”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”

અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્નદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા–વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે કે નહિ તેનું મંથન કરવાનો સમય પાકી ગયો છે. ભાવિ પેઢીને વારસામાં આપણે શું આપવા માંગીએ છીએ. માનવીનું ર૧ મી સદીને અનુરૂપ વર્તન હોવું જોઈએ. ચાર ચોકમાં ખાદ્ય અનાજ, પાણીનો બગાડ અટકાવવો સૌ કોઈની નૈતિક ફરજ છે. ગરીબી રેખામાં જીવતા લોકોને બે ટંક ખાવાનું મળતું નથી. દેશમાં ભૂખમરો જોવા મળે છે ત્યારે કાળી ચૌદશે ચાર ચોકમાં કુંડાળા કરી ખાદ અનાજ–પાણીના બગાડ અટકાવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજયવ્યાપી લોકોને અપીલ કરવામાં આવે છે. આ વષ્ર્ો સરકારની મંજુરી લઈ નિયમોનું પાલન કરી સ્મશાનમાં આયોજન કરવામાં આવશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આગામી તા. ર૩ મી ઓકટોબર રવિવારે કાળી ચૌદશની ગેરમાન્યતા–કુરિવાજો સામે જાગૃતિ લાવવા દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારના મુખ્યમંત્રીશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી મહનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, કાળી ચૌદશના દિવસે અનાજ–પાણીનો બગાડ અટકાવવા ઠોસ કદમ ઉઠાવે અને ચાર ચોકમાં પડેલો ખાદ્ય અનાજ–પદાર્થ એકઠો કરવા સંબંધી વ્યવસ્થા કરી ભુખ્યા માનવી કે પશુના પેટમાં અનાજ જાય તેવી ગોઠવણ કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પણ પત્ર પાઠવી પરિપત્ર કરવા સંબંધી રજૂઆત કરવામાં આવી છે. સદીઓથી કુરિવાજનું વળગણ દુ:ખદ છે. જાથાને પ્નચાર માધ્યમો ભરપૂર ટેકો આપે છે ત્યારે લોકોએ જાગૃતતાના દર્શનની અપેક્ષા છે. રાજયમાં જાથા એક હજાર નાના–મોટા નગરોમાં કાળી ચૌદશની ગેરપરંપરા સામે જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજવાના છે. ચાર ચોકમાં કુંડાળા કરવાના રિવાજને કાયમી તિલાંજલિ, અનાજ–પાણીનો બગાડ અટકાવવો, ભૂત–પ્નેતની બોગસ વાર્તાઓને જમીનદોસ્ત કરી દફનાવવું અને કુરિવાજોને કાયમી દેશનિકાલ કરવા ભગીરથ અભિયાન આદર્યું છે તેમાં જાગૃતોનો સહયોગ જાથા ઈચ્છે છે. રાજયમાં મંજુરી વગર એકપણ સ્થળે આયોજન કરવામાં આવશે નહિ. કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ પોતાના વિસ્તારમાંથી મંજુરી લેવી ફરજીયાત છે.
જાથાના પંડયા જણાવે છે કે તા. ર૦ મી ઓકટોબર ગુરૂવારે કાળી ચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ જિલ્લા મથકોએ કરવામાં આવશે. તા. રર મી એ રાજકોટ ખાતે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.

સમાચાર