
કોરોનાની સ્થિતિ જાેયા બાદ લેશે આગામી ર્નિણય
રાજકોટ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧ ડિસેમ્બરે લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ર્નિણય લેવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આશેર ૫૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. હવે કોરોના સંક્રમણને ધ્યાને લઈને ૧૫ ડિસેમ્બર પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલમાં વકરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેતાં તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. આગામી સમયમાં પરિસ્થિતિ ધ્યાને લીધા પછીથી નવી તારીખો જાહેર કરાશે. જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. જે ટેસ્ટિંગ થઈ રહ્યા છે તેમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં કોરોના મહામારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
