અરવલ્લીની વિધાનસભાની ત્રણ બેઠકો ઉપર કશ્મકશભર્યો જંગ

અરવલ્લીની વિધાનસભાની ત્રણ બેઠકો ઉપર કશ્મકશભર્યો જંગ કોંગ્રેસ હસ્તકની ત્રણે બેઠકો ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ જાળવી રાખશે..વાંચો અહેવાલ શું કહે છે… .


મોડાસામાં ભાજપ અને કોંગ્રેસના બંને ક્ષત્રિય ઉમેદવારો મેદાનમાં બાયડમાં ભાજપના બળવાખોર ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે મેદાનમાંભિલોડામાં ભાજપના બરંડા અને કોંગ્રેસના રાજુ પારધી વચ્ચે જંગ અંતિમ તબક્કાના પ્રચાર માટે ઉમેદવારોની દોડધામ અરવલ્લી જિલ્લાની વિધાનસભાની ૩ બેઠકો ઉપર ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. ત્રણે વિધાનસભાની બેઠકો કોંગ્રેસ હસ્તક છે અને આ બેઠકો કબજે કરવા માટે ભાજપે એડી ચોટીનું જાેર લગાવ્યું છે. કોણ મેદાન મારી જશે અને કોણ કોને હરાવશે એ તો ૮મી ડીસેમ્બરે ખબર પડી જશે પણ હાલ ચૂંટણી પ્રચાર અભિયાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. શિયાળાની કાતિલ ઠંડીમાં ઉમેદવારો ગામડા ખૂંદી રહ્યા છે અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. મોડાસા વિધાનસભા બેઠક ઉપર ભાજપે ૨૦૧૭માં હારેલા ભીખુસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટી અને અન્ય અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. મુસ્લિમ અને ક્ષત્રિય તેમજ દલિત મતદારો આ બેઠક ઉપર મહત્વનું સ્થાન ધરાવે છે. ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ હોવાથી આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારની જ પસંદગી કરતા આવ્યા છે.મોડાસા બેઠક ઉપર હાલ કાંટે કી ટક્કર જાેવા મળી રહી છે અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજાને હરાવવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે. કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર પોતે પાંચ વર્ષમાં કરેલા કામોને લઈ જનતા સામે જઈ રહ્યા છે જ્યાર ભાજપ પરિવર્તનના માગ સાથે જનતા વચ્ચે જઈ રહ્યો છે. અગાઉ વડા પ્રધાન મોદીએ પણ મોડાસામાં સભા સંબોધી હતી ત્યારે ભાજપને તેનો ફાયદો મળવાનું અનુમાન છે. મતદારોનું અકળ મૌન ઉમેદવારોને અકળાવી રહ્યું છે ત્યારે જનતા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેને લઈ લોકોમા આતુરતા સાથે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.બાયડ-માલપુર બેઠક ઉપર શું પરિણામ આવશે તેને લઈ રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ચૂક્યા છે. ભાજપે ભીખીબેન પરમારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મહેન્દ્રસિંહ વાઘેલાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ટિકીટ ન આપતાં ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અહીંયા ચતુષ્કોણીય મુકાબલો જાેવા મળી રહ્યો છે ત્યારે કોણ કોને હરાવશે તેને લઈ કોઈ ભવિષ્યવાણી કરી શકે તેમ નથી. ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે કેટલા મત મેળવે છે અને કોના મત કાપે છે તે જાેવું રસપ્રદ બની રહેશે. કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય જશુભાઈ પટેલની ટિકીટ કાપી નાખતાં પાટીદાર સમાજમાં નારાજગી જાેવા મળી રહી છે. કોંગ્રેસ માટે ધવલસિંહ ઝાલા ફેક્ટર અને જશુભાઈ પટેલ ફેક્ટર અડચણરૂપ બની શકે છે. જાે કે, જાે અને તોની સ્થિતિ વચ્ચે મુકાબલો કાંટે કી ટક્કરનો જાેવા મળી રહ્યો છે. અહીંયા ૯૦ હજારથી વધારે ક્ષત્રિય મતદારો કિંગ મેકરની ભૂમિકામાં છે અને જે કોઈ પણ ઉમેદવારની હાર કે જીતમાં આ મતદારો નિર્ણાયક સાબિત થશે.ભિલોડા બેઠક ઉપર ભાજપે કેવલ જાેષીયારાને ટિકીટ આપી નથી અને ૨૦૧૭માં હારેલા પૂર્વ આઈપીએસ બરંડાને મેદામનાં ઉતાર્યા છે. કોંગ્રેસે રાજુ પારધીને મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી વોટબેન્ક ધરાવતી આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે પણ અનિલ જાેષીયારાના કોરોનાથી અવસાન થયા બાદ તેમના પૂત્ર કેવલે કેસરિયા કર્યા હતા. આ બેઠક ઉપર હાલ આદિવાસી મતદારોને રિઝવવા માટે ઉમેદવારો એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે. અરવલ્લીની ત્રણે વિધાનસભા બેઠકો ઉપર કાંટે કી ટક્કર જાેવા મળી રહી છે.

બ્રેકીંગ ન્યૂઝ