ગરૂડેશ્વરમાં અક્તેશ્વર ગામે કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો, સાયકલ સવારનું મોત


નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના પેટ્રોલ પંપ પાસે પૂરપાટ જતી એક ફોર વ્હીલ ગાડીએ સાયકલ પર જઈ રહેલા શખ્સને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ સાયકલ સવારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ધર્મેશભાઇ દિપકભાઇ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા સાયકલ લઇને જતા હતા. તે વખતે અકતેશ્વર ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હિલ ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી ફરીયાદીના પિતાની સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત કરતાં ફરીયાદીના પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ જમણા હાથે કોણીથી નિચેના ભાગે ફ્રેક્ચર તેમજ શરીરે ઓછી વતી ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જેનો કેવડીયા ટ્રાફિક પોલીસે ફોર વ્હીલના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

સમાચાર