
તંત્રના ચોપડે જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા જામનગરમાં ઉછાળા પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા યથાવત જળવાઈ રહી છે. ગઈકાલે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. તેની સામે ૩૩ દર્દીઓને રજા આપવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ચાર દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની રફતારમાં વધારા સામે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં જી.જી.માં ૨ દર્દીનું મોત નિપજયું છે. એક દિવસમાં શહેરમાં ૨૭ અને જિલ્લામાં ૧૮ લોકો સંક્રમિત થયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગુરુવારે રાત્રીથી શુક્રવારે સવાર સુધીમાં કોવિડ વોર્ડમાં ૪ દર્દીનું મોત થયું છે. શહેર-જિલ્લામાં ૪૫ નવા કેસ સામે ૪૧ દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા હતા.શુક્રવારની સ્થિતિએ શહેર-જિલ્લામાં ૧૨૮ એકટીવ કેસ રહ્યા છે. હાલ જામનગરમાં કોરોનાનો મૃતદેહમાં ઘટાડો જાેવા મળ્યો છે, જામનગરમાં અત્યાર સુધીમાં ૬૨૯ જેટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામેલા છે તેમ સ્મશાનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જયારે સરકારી આંકડા પ્રમાણે જામનગર શહેરમાં ૨૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ મળી કુલ ૩૫ જેટલા કોરોનાથી મુત્યુ થયાનું સરકારી રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જામનગરમાં સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મૃત્યું થઇ રહ્યા છે. જાેકે કોરોનાના દર્દીઓના મૃત થવાના આંકડાઓ સરકાર દ્વારા સાચા જાહેર કરવામાં આવતા નથી.
આ અગાઉ આ બાબતે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને તંત્રની બેદરકારી બહાર લાવવા મૃતકોનો સાચો આંક બહાર લાવવા વિપક્ષના નગરસેવકો અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે નગરના સ્મશાનની મુલાકાત લીધી હતી.અગાઉ જામનગરની ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટમલાં કોરોના વોર્ડમાં દરોજના ૮ થી ૧૦ દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા હતા. હાલ તેમાં ઘટાડો આવી ગયો છે. જયારે હોસ્પિટલ તંત્ર કોવિડ અને નોન કોવિડના નામે મૃત્યુ થનાર દર્દીના નામ જાહેર કરવામાં આવતા નથી અથવા તો મૃત્યુંઆંક છુપાવવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકો સુધી સત્ય હકિકત પહોંચી શકતી નથી.
