હિંમતનગર તથા તલોદ પો.સ્ટે. વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારોને પકડી પાડી

હિંમતનગર તથા તલોદ પો.સ્ટે. વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારોને પકડી પાડી ઘરફોડ ચોરીના -૩ ગુન્હા ડીટેકટ કરી ચાંદીના દાગીના સહીત કુલ કિ.રૂ. ૬,૭૨,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને જેલ હવાલે કરતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરી કરી ગુન્હાઓ આચરતા આરોપીઓ પકડી પાડી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન પુરુ પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી આર.જે.જાડેજા પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ટેકનીકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી આધારે તપાસમાં કાર્યરત હતા.

દરમ્યાન HC નિરીલકુમાર તથા PC રાજેન્દ્રકુમાર નાઓને ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમી રાહે હકીકત મળેલ કે, હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમા વિજ્યા જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર શકમંદ ઇસમો

હિંમતનગર મોતીપુરા બાયપાસ રોડ પાસે ઉભા છે જેથી સદરી ઇસમો (૧) આનંદ સ/ઓ મલજીભાઇ સવજીભાઇ પારગી રહે.ઘુઘસ ખુટા ફળીયુ,ઘુઘસ તા.ફતેપુરા જી.દાહોદ (૨) નિતીન સ/ઓ નગાભાઈ વિરાભાઈ ડોડીયાર રહે. બોરખેડી ફળીયુ મોટા નટવા તા.ફતેપુરા જી.દાહોદ વાળાને પકડી પાડી તેમની પાસેની થેલીમાં જોતા ચાંદીના દાગીના ભરેલ હોઇ દાગીના બાબતે પુછપરછ કરતા સદર મુદ્દામાલ અઢી માસ અગાઉ હિંમતનગરમાં જલારામ મંદીર રોડ ઉપર આવેલ જવેલર્સ માંથી તેમજ હિંમતનગરમાં આવેલ ગણેશ બંગ્લોઝ તથા તલોદના એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી તે દાગીના હોવાની કબુલાત આપતા હોય (૧) ચાંદીના છત્તર નાના મોટા નંગ-૧૫ (૨) ચાંદીની નાની મોટી જુદી જુદી મૂર્તિઓ નંગ-૧૭(૩) ચાંદીના કાળા મણકાવાળા ત્રણ શેરવાળા મંગળસુત્ર નંગ-૦૫ (૪) મંળસુત્રના ચાંદીના પેડલ નંગ-૦૫ (૫) ચાંદીનુ કડુ વાઘ મોઢાનુ નંગ-૦૧ (૬) વીંટી નંગ-૦૩ (૭) ચાંદીની કંકાવટી નાની મોટી નંગ-૦૬ (૮) ચાંદીના નાના મોટા હિંચકા નંગ-૦૮ (૯) ચાંદીના શીવલીંગના સ્ટેન્ડ નંગ-૦૨ જેમાં એકમાં ત્રિશુલ લગાડેલ છે. (૧૦) ચાંદીની નાની મોટી ડીસો નંગ-૦૩ (૧૧) નાની વાટકીઓ નંગ-૦૨ (૧૨) ચાંદીની નાની મોટી ચમચી નંગ-૦૩ (૧૩) ચાંદીના પરણાયા નંગ-૦૭ (૧૪) ચાંદીની દિવીઓ નંગ-૦૭ (૧૫) ચાંદીના નાના મોટા નાગ નંગ-૧૭ (૧૬) ચાંદીના તારમાં નાના રુદ્રાક્ષના મણકાઓ ગુથેલ લકી (રાખડી) નંગ- ૧૫ (૧૭) ચાંદીના તારમાં કલર મણકાવાળી ગુંથેલ પગની પાયલ નંગ-૦૧ (૧૮) ચાંદીના તારમાં કાળા મણકાવાળી ગુંથેલ કંઠી નંગ-૦૧, મોબાઇલ નં-૧કિ. રૂા.૫૦૦૦/- (૧૯) ચાંદીની ઘુઘરી પગની શેરો નંગ-૦૨ (૨૦) ચાંદીનો સિક્કો નંગ-૦૧ (૨૧) ચાંદીની ગાય નંગ-૦૧ (૨૨) ચાંદીના રમજા નંગ-૨ (૨૩) ચાંદીના પાટલા નંગ-૦૨ (૨૪)

ચાંદીનો કેડ કંદોરો નંગ-૦૧ (૨૫) ચાંદીના બાળકના નાના પાટલા નંગ-૦૨ (૨૬) ચાંદીના બાળકના નાના કડલા નંગ-૦૨, કુલ કિ.રૂ.૬,૭૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ગુન્હાના કામે અટક કરી આગળની વધુ તપાસ

હિંમતનગર એ-ડીવજન પો.સ્ટે. સોપવમાં આવેલ છે.

ક્રાઇમ ડાયરી