શાળા સંચાલકોએ લીધો મોટો ર્નિણય વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે?

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં ૨૫ ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી. જેના પગલે ૧૦મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો ર્નિણય ર્સ્વનિભર શાળા સંચાલક મંડળે લીધો છે. આ પરિપત્ર બાદ પણ વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ફીના મુદ્દે હાલમાં ઘર્ષણ ચાલી રહ્યું છે અને સંખ્યાબંધ વાલીઓ ચાલુ વર્ષે નોકરી-ધંધામાં નુકસાનીના કારણે ફી ન ભરી શકતા સ્કૂલ સંચાલકો સાથે વિવાદની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી એકવખત ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ફી મુદ્દે આકરો ર્નિણય લીધો છે. જેમાં ફી ન ભરનાર વાલીઓના સંતાનોને ૧૦ ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે નહી તેવો ર્નિણય લીધો છે.
રાજકોટની ર્સ્વનિભર શાળા સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ૧૦મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો ર્નિણય કર્યો છે. ખાનગી સ્કૂલને સર્વાઈવના પ્રશ્નો થતા આ ર્નિણય કરાયાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ર્નિણય સંભળાવ્યો હતો. આ ર્નિણયમાં મોટાભાગની સ્કૂલો જાેડાય તેવી શક્યતા છે
.

બ્રેકીંગ ન્યૂઝ