તમિલનાડુ સરકાર અભ્યાસક્રમમાં ૫૦ ટકાનો ઘટાડો કરશે..!!

તામિલનાડુની રાજ્ય સરકાર સ્કૂલોમાં ભણાવાતા સિલેબસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો ર્નિણય કરી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. આના પગલે પરીક્ષાઓન સમય પત્રકને પણ અસર થવાની શક્યતા હતી.
જીજીઝ્ર અને ૐજીઈના અભ્યાસક્રમને ઘટાડવા રાજ્ય સરકારે ૧૮ શિક્ષણવિદોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિ હાલ રાજ્ય સરકારના ર્નિણય વિશે વિચારણા કરી રહી હતી. આ સમિતિ ગ્રીનસિગ્નલ આપે એટલે ર્નિણયનો અમલ થશે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ અભ્યાસક્રમમાં ચાલીસથી પચાસ ટકા ઘટાડો કરાશે. આ ર્નિણયની ઔપચારિક જાહેરાત પાંચમી ડિસેંબર સુધીમાં થવાની ધારણા છે. ૨૦૨૧માં થનારી વાર્ષિક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કરાયો હોવાનો દાવો રાજ્યના શિક્ષણ પ્રધાને કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાના ચેપને કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ હતી. એ સંજાેગોમાં આખા વર્ષના અભ્યાસક્રમને પૂરો કરવાનું શક્ય રહ્યું નહોતું.
વિદ્યાર્થીઓની આગલાં વરસોની પ્રગતિને આધારે પચાસ ટકા અભ્યાસક્રમના પરિણામને સરખાવીને આગળ વધવાની યોજના હતી

બ્રેકીંગ ન્યૂઝ