
ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન અને માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેના સાગરીતોએ બે તાંત્રિકોને વિધી કરવાના બહાને સ્કોર્પિઓ અને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી તેના ઘરે લઈ જઈ લોંખડની પાઈપ વડે બંને તાંત્રિકોને માર મારી સ્વીચબોર્ડ માંથી વાયર વડે વીજકરંટ આપતા અને સુકાની મોટી પત્નીએ બંને તાંત્રિકોને ઢોર માર મારતા એક તાંત્રિકનું મોત થયું હતું હત્યાની ઘટનાના પગલે નામચીન બુટલેગર સૂકા ડુંડ સહીત ૬ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથધરી હતી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ સૂકો ડુંડ અને તેના સાગરીતોએ હરિયાણા,રાજસ્થાન અને પંજાબના કુખ્યાત બુટલેગરોને ત્યાં શરણ લીધું હતું અરવલ્લી પોલીસે હત્યાના ગુન્હામાં તેની બે પત્નીઓની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ વાહન કબ્જે લીધા હતા હત્યાની ઘટનાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છતાં સૂકો ડુંડ પકડથી દૂર છે ત્યારે તેના અંગત અને ખાસ સાગરીત એવા હત્યામાં સંડોવાયેલ બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને અમદાવાદના જેતલસર વિસ્તારમાંથી બહેનના ઘેરથી પેરોલ ફર્લો ટીમે દબોચી લીધો હતોઅરવલ્લી પોલીસવડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા અનેક જગ્યાએ રેડ કરવાની સાથે ડોડીસરા વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યું હતું તેમ છતાં પકડથી દૂર રહ્યા છે ડીવાયએસપી ભરત બસીયાએ તો ભિલોડા પંથકમાં ધામા નાખી સુકા ડુંડ અને તેના સાગરીતોની શાન ઠેકાણે લાવવા શખ્ત કાર્યવાહી કરી રહ્યા છે અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ કે એસ સીસોદીયા અને તેમની ટીમે ટેકનિકલ રીસોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે પોલીસ પકડથી બચવા ચોરી છુપે ફરત લૂંટ વીથ મર્ડરના આરોપી બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને તેની અમદાવાદના જેતલસર ખાતે રહેતી બહેનના ત્યાં ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમે રામપ્રકાશ ડુંડને ઝડપી પાડવા ત્રણ દિવસ સુધી જેતલસર વિસ્તારમાં ધામા નાખી દબોચી લીધો હતો અને ભિલોડા પોલીસને સુપ્રત કર્યો હતો રામપ્રકાશ ડુંડ તેની ભિલોડા પંથકમાં રહેતી પ્રેમીકા નર્સના સંપર્કમાં હોવાથી પોલીસે મોબાઈલ નેટવર્ક ટ્રેસ કરી બહેનના ઘરે આશરો લેતા દબોચી લીધો હતો
-ડોડીસરા ગામે અપહરણ વીથ મર્ડરના ગુન્હા પર એક નજર ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના માથાભારે બુટલેગર સૂકો ડુંડના ગામના જ સાગરીત અને ભિલોડા નવા ભવનાથ રહેતા રામ પ્રકાશ ડુંડ,સમીર ડુંડ અને અન્ય બે શખ્સોએ કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડાને વિધી કરવાના બહાને ધોલવાણી ત્રણ રસ્તા પર બોલવી સ્કોર્પિઓ ગાડીમાં બળજબરી અપહરણ કરી તેમજ શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને પણ વિધિ કરવાનું કહી ગામ બહાર રોડ પર બોલાવી બોલેરો અને સ્વીફ્ટ ગાડીમાં પહોંચી કડવાભાઇ ગામેતીનું સ્વીફ્ટ કારમાં અપહરણ કરી બંને તાંત્રિકોને સૂકો ડુંડ અને તેના સાગરીતો ડોડીસરા ગામે સુકાના ઘેર લઇ ગયા હતા બંને તાંત્રિકોને લોંખડની પાઈપ વડે હુમલો કર્યો હતો અને પીઠના ભાગે ઘા ઝીંક્યા હતા કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતો એટલે થી ન અટકતા કડાવાજી ગામેતીને સ્વીચ બોર્ડમાંથી વીજવાયર વડે વીજકરંટ આપતા અને સૂકો ડુંડની મોટી પત્ની બંને તાંત્રિકોને ગડદાપાટુનો માર મારતા કડવાજી ગામેતી બે ભાન થઇ ઢળી પડતા સૂકો ડુંડ અને તેના સાગરીતો નાસી ગયા હતા કડવાંજી ગામેતીનું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓના ધાડેધાડા ભિલોડા શહેરમાં ખડકી દીધા હતા હત્યાની ઘટનાના પગલે ભિલોડા પંથકમાં ભરેલા અગ્ની જેવી સ્થિતી પ્રવર્તી રહી છે
ભિલોડા પોલીસે કલ્પેશકુમાર નવજીભાઈ બરંડા (રહે,કુડોલપાલ) ની ફરિયાદના આધારે ૧) સૂકો ઉર્ફે ભંવરલાલ બાબુભાઇ ડુંડ,૨) તેની મોટી પત્ની ,૩)રામ પ્રકાશભાઈ ડુંડ,૪) સમીર ડુંડ,અને અન્ય બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૨૪,૩૦૨,૩૦૭,૩૬૪,૫૦૪,૫૦૬ (૨),૧૨૦ તેમજ જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
