અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસે ડુંગરપુર મુકામેથી દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ, માલપુર, ઈસરી અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ ૧. અને અરવલ્લી જીલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ સબ ઇન્સ્પેકટર કે એસ સિસોદીયા અને સ્ટાફે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રીઢા આંતરરાજ્ય ઘરફોડીયા  ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતાં સુત્રો પાસેથી મળેલ બાતમી આધારે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર મુકામે સિન્ટેક્સ મિલની બાજુમાં ખુલ્લી જગ્યામાં તંબુ તાણીને રહેતા સરદાર ઉર્ફે સાયબો ભમરીપાલ કંજર ઉં વ. ૨૫. ને છાપો મારી દબોચી લઈ મોડાસા રૂરલ પોલીસ મથક અરવલ્લીને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.

ક્રાઇમ ડાયરી