પૈસા વસુલવા મામલે આરોપીએ મહિલાને બેડરૃમમાં ખેંચી જવાનો પ્રયાસ કરતા ફરિયાદ

નાણાકીય લેવડદેવડમાં મહિલાના ઘરે  જઇ મને પૈસા  વસુલ કરતા આવડે છે તેવું કહીને  મહિલાનો હાથ પકડી બેડરૃમ ખેંચી જવાનો પ્રયાસ  આરોપીએ  કર્યો હતો. જે અંગે  બાપોદ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં (૧) હુસેન મનસુરભાઇ રેડિયેટરવાલા (રહે. માસૂમ ચેમ્બર્સ  પાણીગેટ) અને (૨) મુસ્તુફા મહંમદભાઇ અમરેલીવાલા (રહે. શલીના પાર્ક આજવારોડ) વિરૃધ્ધ ફરિયાદ નોધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વર્ષ  ૨૦૧૯માં મારા સાસુના પગના ઓપરેશન  માટે  અને  મારા પતિના ધંધા માટે રૃપિયાની જરૃર પડતા હુસેન પાસેથી ૭ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા.

મારા પતિએ અત્યાર સુધી વ્યાજ સાથે કુલ બાવીસ લાખ રૃપિયા ચુકવી દીધા હોવાછતાંય  હુસૈન દ્વારા રૃપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. હુસૈને મને કહ્યું હતું કે તારી કાર મને આપી દે. ચાર મહિના પછી તું પાચ  ટકા વ્યાજ ભરીને  કાર છોડાવી  દેજે. હુસૈને તેના મિત્ર  સુમેશભાઇને કાર વેચાણ આપી દીધી હતી. પરંતુ કેટલા રૃપિયામાં  વેચી છે ? તેની મને  ખબર નથી. ગત ૨જી તારીખે હું અને મારા પતિ ઘરે હતા. તે સમયે હુસૈન અને મુસ્તુફા  અમારા ઘરે આવ્યા હતા. સવારે દશ વાગ્યે હુસૈન અને મુસ્તુફા આવ્યા હતા. મારા પતિ નાહવા માટે  ગયા હતા જ્યારે હું  રસોડામાં કામ  કરતી હતી.

પૈસાની વાતચીત કરી હુસૈને મારી સાથે ઝઘડો કરી હાથ પકડી ધમકી આપી હતી કે તમે પૈસા નહી આપો તો મને પૈસા વસુલ કરતા આવડે છે અને મને બેડરૃમ તરફ ખેંચી જતો હતો. મે બુમાબુમ કરતા મારા પતિ આવ્યા હતા. હું  મારી  પત્નીને લઇને આવુ છું તેવુ કહીને હુસૈન અને મુસ્તુફા  અમારા ઘરેથી જતા રહ્યા હતા. મારા પતિ  ઘરે  હોય ત્યારે હુસૈન વીડિયો કોલ કરીને કહેતો હતો કે તારી પત્નીને બતાવ મારે જાેવી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ ડાયરી