જયન્ટસ સહિયર માલપુર દ્વારા વિશ્વ મહિલા દિવસે રાજકીય ક્ષેત્રે ચૂંટાઈ આવેલી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું
અરવલ્લી
વિશ્વ મહિલા દિવસ ની માલપુર ના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે રંગેચંગે દબદબા ભેર યોજાઈ સમારંભ ના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાઠોડ સામાજિક કાર્યકર અને પત્રકાર ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું જેમાં મહેમાન તરીકે મોડાસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વનિતા બેન પટેલ,નિલેશભાઈ જોષી, વિઠ્ઠલ ભાઈ પટેલ,અતુલભાઈ સુથાર વિષેશ ઉપસ્થિત રહ્યા હતા માલપુર તાલુકાના ગામડામાં તેમજ માલપુર નગર ની ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહિલાઓ રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી પોતાની જાતે બનાવેલી પ્રોડક્ટ પણ સ્ટોલ મૂકી વેચાણ અર્થે એક પ્રદર્શન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર પ્રોજેક્ટ અનુસાર મહિલાઓ પોતે શેમ્પુ સીવણ કામ માસ્ક સાબુ જેવી અનેક બનાવટો બનાવતી થઈ અને તે માટે અન્ય મહિલાઓને માર્ગદર્શન આપી હતી અને પોતાની જાતે પગભર બનવા માટે એકબીજાને મદદરૂપ અને માર્ગદર્શન આપવા ની તૈયારી બતાવી હતી તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં વિજેતા મહિલા નું બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સફળતા માટે માલપુર જયન્ટસ સહિયર ગ્રુપ ના સુધાબેન,દક્ષા બા રાઠોડ ઉર્વશી બેન,હેમાબેન શર્મા, ઇલાબેન સહિત ની સાહિત્ય ગ્રુપ ની મહિલાઓ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો





