રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

બે વર્ષમાં નવસારી જિલ્લામાં ૧૦૫ MSME એકમોને રૂ. ૧૧૪૩.૩૪ લાખની સહાય

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે દેશને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSME(માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ)ને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વિધાનસભા ગૃહમાં MSME એકમોની મંજૂરી અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. એકમોનું વધુ ને વધુ નિર્માણ થાય તે માટે એક ઇકોનોમિકલ સર્કલ ડેવલપ કરવા સરકાર પ્રયત્નશીલ છે. MSME એકમોના માલિકોને સ્થાપનાના પ્રથમ ત્રણ વર્ષ સુધી પરવાનગીઓ અને NOC મેળવવામાંથી મુક્તિ આપી નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલી ઉદ્યોગ વિભાગની નવી પોલિસીમાં પણ આ ક્ષેત્ર અંતર્ગત અનેક લાભોની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત કેપિટલ સબસિડીની પણ વિશેષ રાહતો આપવામાં આવી છે.મંત્રીશ્રીએ નવસારી જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં એમએસએમઇ એકમોની અરજી અંગે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતાં ઉમેર્યું કે ઔદ્યોગિક નીતિ ૨૦૧૫ અંતર્ગત કેપિટલ સહાય યોજના હેઠળ નવસારી જિલ્લામાં એમ.એસ.એમ.ઈ એકમોની ૧૦૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે અંતર્ગત ૧૦૫ એકમોને ૧૧૪૩.૩૪ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે

માનવ અધિકાર