ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સ્વચ્છતા અભિયાનના રિવ્યૂ માટે કલેકટરશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ઘન કચરાના નિકાલ માટે સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવાની સાથોસાથ ઘનકચરા ઉપાડવા અને રિસાયકલિંગ માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા જરૂરી સાધનો સંબંધિત મહાનગરપાલિકા-નગરપાલિકાઓને પૂરા પાડવામાં આવે છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઘનકચરા તથા વ્યવસ્થાપન અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમારી આ સરકારે સ્વચ્છતાને અગ્રતા આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનને સાકાર કરવા પગલાં લીધા છે. તે અંતર્ગત સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓને દર ત્રણ માસે આ અંગે રિવ્યૂ કરવાની સત્તા અને જવાબદારી આપી છે. જિલ્લા કલેકટરશ્રીની આ રિવ્યૂ કમિટીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, મહાનગરપાલિકા હોય તો નાયબ કમિશનર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે નગરપાલિકાઓની આર્થિક આવક ઓછી છે, તે વર્ગની નગરપાલિકાઓમાં સ્વચ્છતા માટેના અંદાજે રૂપિયા ૫૦ લાખ સુધીનાં જરૂરી સાધનો ફાળવવામાં આવે છે. ઘન કચરાના નિકાલની જગ્યા સંદર્ભે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવે ઘન કચરા નિકાલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ કરી, ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓમાં ઘનકચરા સંદર્ભે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મહુવા નગરપાલિકામાં 25, પાલિતાણા નગરપાલિકા-25, ગારીયાધાર-18 તેમજ વલ્લભીપુર-3 ટન કચરાનો નિકાલ સરકારી સાધનો દ્વારા પ્રોસેસિંગ દ્વારા કરવામાં આવે છે.

પર્યાવરણ સમાચાર