રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી 18 એપ્રિલે યોજવા ની જાહેરાત કરવામાં આવી છે. મનપા ની ચૂંટણી ના સંદર્ભ માં પ્રદેશ ભાજપ દ્ધારા સિનિયર કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રીરજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી અમિત ઠાકર ને મનપા ની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી સોંપાઈ છે ત્યારે શહેર ભાજપ નું સંગઠન ચૂંટણી માટે સજ્જ છે. કોઈપણ પ્રકાર ની ચૂંટણી હોય ભાજપા દ્વારા સંગઠન લક્ષી અને ચૂંટણી લક્ષી વ્યવસ્થા ઓ ગોઠવવામાં આવેછે તેના ભાગ રૂપે 20 માર્ચના રોજ ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ મહામંત્રીશ્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રીશ્રી અમિત ઠાકરે વોર્ડ ન. ૧થી૫ માં આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓના અનુસંધાને વોર્ડના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલાસભ્યો, સક્રિયકાર્યકર્તાઓ, બુથનાં પ્રમુખો, કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બંને મહાનુભાવો એ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના સાથ-સહકાર થી આગામી ચૂંટણીમાં ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકો માં મેયર શ્રીમતી રીટા પટેલ, મહાનગર ના પ્રમુખશ્રી ઋચિરભટ્ટ, મહામંત્રીશ્રીઓ શ્રીકનુભાઈ દેસાઈ, શ્રીધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ગૌરાંગભાઈ પટેલ તેમજ શહેરસંગઠન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 21 માર્ચે વોર્ડ ન. 6 થી 11 માં પ્રદેશઇન્ચાર્જશ્રીઓ ની ઉપસ્થિતિ વોર્ડસ: બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

