“છાંયડો” દ્વારા ૨૦ માર્ચ “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

અરવલ્લી

 ચી…ચી… કરતી ચકલી અબાલવૃદ્ધ સૌને પ્રિય છે. વિશ્વના  વિવિધ  દેશોમાં  માનવવસ્તીઓમાં ચકલીઓ રહે  છે.  પ્રકૃતિના રક્ષણ અને જતન માં ચકલીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.   ભૌતિકવાદના આકર્ષણ હેઠળ દબાયેલો માનવ સમાજ આજ પ્રકૃતિ પ્રત્યે  ઉદાસીન જોવા મળે છે. જેથી શહેરી વિસ્તારમાં આજે ચકલીઓ લુપ્ત થવાના આરે આવી ગઈ છે. “છાંયડો” દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જાગૃતિ ના ભાગરૂપે  ચકલીઓના રક્ષણ અને જતન હેતુ માટીના માળાઓ, પાણી ના કુંડા અને ચણ વિતરણ કરવામાં આવ્યું. Sparrow man તરીકે લોકપ્રિય “જગત કિનખાબ” નો ચકલી પર વિશેષ માર્ગદર્શન આપતો ઓડિઓ  આવ્યો. આ પ્રસંગે શ્રીરણછોડભાઈ નિનામા ચકલી દિવસ વિષે સંબોધન કર્યું તથા શુભેચ્છાઓ પાઠવી.  “છાંયડો” ના સંસ્થાપક શ્રીનરેશ કટારા દ્વારા બાળકો સમક્ષ ચકલી ના બાળગીતો ને  યાદ કરવામાં આવ્યાં. બાળકોમાં  પશુ –પંખીઓ પ્રત્યે સંવેદના/સંસ્કાર  જન્મે અને સેવાના  ગુણનો  વિકાસ થાય તે હેતુ થી માર્ગદર્શન આપવામાં આવ્યું.  શ્રીમાન દીપેન ચૌધરી – અડવોકેટ, હાઇકોર્ટ અમદાવાદ આ કાર્યક્રમ ના “મુખ્ય દાતા” તરીકે તેમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.   આ પ્રસંગે  શ્રી રણછોડભાઈ નિનામા, શ્રી સુનિલભાઈ ગામેતી, શ્રી મુકેશભાઇ ડામોર અને છાંયડો ના ઉપપ્રમુખશ્રી  આયુષ મહેતા, ટ્રસ્ટી શ્રીઅમિત પરમાર ટ્રસ્ટીશ્રી અભયસિંહ રાવ, શ્રીજીતુભાઈ કટારા, શ્રીઉપેન્દ્ર મહેતા,  બાળકો, યુવાનો, મહિલાઓ,વડીલો અને યાત્રીઓ  ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.  વિશ્વ ચકલી દિવસ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.હતી.

સમાચાર