સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ દ્વારા વિશ્ર્વ ચકલી દિવસ ની ઉજવણી કરતા માંગરોળ તથા આસપાસના વિસ્તારના 100 થી વધુ પર્યાવરણ પ્રેમીઓ ને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ કે જેમને ગૌ સેવા ને વિવિધ પશુ પક્ષી ને જીવ જંતુઓ ના જીવ બચાવવા જે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા નિસ્વાર્થ સરાહનીય સેવા કાર્ય કરવામાં આવેલ એ તમામ નું સન્માન શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ દ્વારા દાતાઓ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ના વરદ હસ્તે સર્ટિફિકેટ, મોમેન્ટ સાથે સાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મહાનુભાવોમાં
કાર્યક્રમ ના મુખ્ય મહેમાન માનનીય શ્રી અર્જુનસિંહ રાણા સાહેબ (ઉપપ્રમુખ કુલપતિશ્રી ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, બ્રાન્ડ એમ્બેસેડર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ, પુર્વ ફિઝીયો થેરાપિસ્ટ ભારતીય ક્રિકેટ ટીમ, મેનેજરશ્રી ICC T-20 ક્રિકેટ વર્લ્ડ કપ) અન્ય અતિથિ વિશેષ શ્રી વનરાજસિંહ રાયજાદા સાહેબ (પુર્વ જીલ્લા કમાન્ડર) શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા (પુર્વ ધારાસભ્યશ્રી માંગરોળ) શ્રી જે. બી. ગઢીયા સાહેબ (પોલીસ અધિકારીશ્રી, કેશોદ) શ્રી મહેરામણભાઈ યાદવ (નગરશ્રેષ્ટીશ્રી) શ્રી ઓડેદરા સાહેબ (RFO નો. રેન્જ માંગરોળ) શ્રી સી. જી. દાફડા સાહેબ (RFO સામાજીક વનીકરણ) શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય ( તંત્રશ્રી /માલિક સૌરાષ્ટ્રભુમી) શ્રી રાજભા ચુડાસમા (મામા સરકાર) શ્રી વિનુભાઈ મેસવાણીયા (જીલ્લા મહામંત્રી વિહિપ) શ્રી મહાદેવ સીંદે સાહેબ, Gadre Marine Export) શ્રી પુષ્પાબેન સાત્રોડીયા, શ્રી કેતનભાઈ કગરાણા (વા. ચેરમેન APMC, માંગરોળ) શ્રી પ્રફુલ્લભાઈ નાંદોલા (સામાજીક અગ્રણી) શ્રી નારણભાઈ (અંજની ચેરીટેબલ ટ્રસ્ટ જે. સી. સી. ફુડ્સ, માંગરોળ) ગૌ-રક્ષા સેના માંગરોળ, પત્રકારસંધ માંગરોળ તેમજ આયોજક સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ ના શ્રી નરેશભાઈ ગૌસ્વામી (પ્રમુખશ્રી) શ્રી નિલેશભાઈ રાજપરા (ઉપપ્રમુખશ્રી) આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ ના અગ્રણીઓ ને પર્યાવરણ પ્રેમી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ને પર્યાવરણ રક્ષકો ની કામગીરી ને બીરદાવી હતી.
સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન જાણીતા ઉદઘોષક શ્રી રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી શ્રી નરેશભાઈ ગૌસ્વામી ચકલીઓ માટે મળા બનાવી ને વિતરણ કરે છે આજે એ સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ ના પ્રમુખ સ્થાને રહી વિવિધ પર્યાવરણ પ્રેમી ને સાથે જોડી ને માંગરોળ ને તેની આસપાસના ગામોમાં ટીમ ઉભી કરીને અનેકો અનેક પશુ પક્ષી ને જીવ જંતુઓ જીવ બચાવી સરાહનીય સેવા કાર્ય કરી રહ્યા છે જેની નોંધ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ને પત્રકારબંધુઓ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવા મદદ રૂપ બનતા તમામ નો સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
⭐ દિપક સિંધવડ ⭐



