જામનગર મનપાનુ નવા કરભાર વગરનુ હળવુ ફુલ બજેટ

મેયર બીનાબેન ચેરમેન મનીષ ભાઇ ની સુચના થી કમીશ્નર સતીષભાઇ ના માર્ગદર્શન હેઠળ  ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઇ અને ટીમની જહેમત થી નાગરીકો માટે સંતુલીત બજેટ

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવેલ. જે મુજબ નવા વર્ષમાં કોઇપણ જાતના કર દરમાં વધારો કર્યા વગરનું અંદાજપત્ર મંજુર કરવા અંગે એટલે કે ગત વર્ષના કર દર યથાવત રાખવા ભલામણ કરવામાં આવેલ છે.જેમાં ચાલુ વર્ષ 2020-21 માં કોવીડ-19 ની વૈશ્ર્વિક મહામારી અન્વયે અલગ-અલગ ક્ષેત્રેમાં તેની ઘેરી અસરો અને પ્રત્યાધાત અન્વયે મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનમાં પણ અવીરત સેવાઓ પુરી પાડવામાં આવેલ છે અને સાથે સાથે વિકાસના કામોને પ્રાધાન્ય આપી જરૂરી એવા તમામ આંતર માળખાકીય સુવિધાના કામો ચાલુ રાખવામાં આવેલ છે.

ખાસ કરીને જામનગરના નાગરીકોને રાહત રહે તે માટે મેયર બીનાબેન કોઠારી તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન મનીષ કટારીયાએ અગાઉ થી કાળજી લઇ બજેટ ભાર વગરનુ બનાવવા કમીશનર સતીષભાઇ તેમજ ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઇ તેમજ તેમની ટીમને સુચના આપી હતી બાદમા પણ સ્ટેન્ડીંગ મા રજુ થયેલા બજેટમા જરૂરી કરભાર વધુ હળવા કરાયા છે જે માટે મેયર સ્ટેન્ડીંગ ચેરમેન કમીશનર ચીફ એકાઉન્ટન્ટ ની જહેમત નોંધપાત્ર રહી છે

કોરોના જંગ અન્વયે આપણી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે, જનજાગૃતિથી શરૂઆત કરી ટેસ્ટીંગ, કવોરન્ટાઇન, પ્રાથમિક સારવાર, દવાઓનું વિતરણ અન્વયેની તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. સને 2020-21 દરમ્યાન પાણી પુરવઠાના કામો, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના કામો, હાઉસીંગ સેલ, રસ્તાઓ, ફાયર અને ઇમરજન્સી સર્વિસના કામો, આગવી ઓળખના કામો અન્વયે ભુજીયા કોઠા રેસ્ટોરેશન-કર્ન્ઝવેશનના કામો પ્રગતિમાં છે.

આ ઉપરાંત વર્ષ 2021-22 દરમ્યાન મુખ્ય આયોજનો નીચે મુજબ છે. ગત વર્ષે ચાલુ સાલે કેન્દ્ર / રાજય સરકારશ્રી દ્વારા ‘નલ સે જલ’ અભિયાન હેઠળ ઘરે ઘરે નળ દ્વારા શુધ્ધ પાણી વિતરણ થાય તે માટે શહેરના તમામ ઘરોને નળ કનેકશનથી આવરી લેવા માટે જરૂરીયાત મુજબની ડી.આઇ. પાઇપ લાઇનનું ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અન્વયે પ0 કરોડના કામો હાલે ચાલુ છે, અને બાકી રહેતા કામો અંગે રૂા. 2પ કરોડના કામો હાથ ધરવામાં આવશે.

તદઉપરાંત ગુલાબનગર ખાતે જુનો સમ્પ ડીસ્મેન્ટલ કરી નવો વધુ ક્ષમતાનો સમ્પ, પંપ હાઉસ અને કલોરીન સીસ્ટમ મળી કુલ રૂા.1.68 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ અન્વયે શહેરમાં ભુગર્ભ ગટર નેટવર્ક ઉભુ કરવા અન્વયે કુલ રૂા. 61.79 કરોડના કામો પૈકી રૂા. 31 કરોડના કામો હાલે ચાલુ છે અને 14 મા નાણાપંચ અન્વયે હૈયાત નેટવર્ક સાથે જોડી શકાય તેવા વિસ્તારોમાં પાઇપ ગટર અને ભુગર્ભ ગટરના કુલ રૂા.2.37 કરોડના કામો, ૧૫ મા નાણાપંચ હેઠળ સીવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક માટે રૂા. 13.પ0 કરોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સિવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક તેમજ પંપીંગ સ્ટેશન અને રાઇઝીંગ મેઇનના કામો અંગેનું આયોજન કરવામાં આવેલ છે. રસ્તાના કામો અન્વયે માન. સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સડક યોજના, લોકભાગીદારી યોજના અને આઉટ ગ્રોથ એરીયાની ગ્રાંટ અંતર્ગત રૂા. 2પ કરોડના ખર્ચે ડામર / સી.સી. રોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે.

આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ માટે રીવાઇઝડ ડી.પી.આર. તૈયાર

કરવામાં આવેલ છે. ગ્રાંટ પ્રાપ્ત થયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવવાના આયોજન અન્વયે આનુસંગીક હાથ ધરવામાં આવશે તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી રીંગ રોડ વાઇડનીંગ તથા બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગ રોડનું આયોજન કરવામાં આવેલ છે.

પોલીસ હેડ કવાર્ટર પાછળ અંદાજે 12043 ચો.મી. જગ્યામાં સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂા. 20.92 કરોડના ખર્ચે આધુનીક સ્પોટર્સ કોમ્પલેક્ષ ડેવલોપ કરવામાં આવશે. ૧૫ માં નાણાંપંચની ગ્રાંટ આધારીત રૂા. 4.પ0 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એર્ફોડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ (એએચપી) ઘટક હેઠળ 1404 આવાસ યોજનાનું રી-ડેવલોપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે ડી.પી.આર. મંજુર

થયેથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જનતા ફાટક પાસેના સ્લમ પોકેટસનું ઇનસાઇટ ટુ ડેવલોપમેન્ટ માટે 106 આવાસ બનાવવાનું આયોજન

કરવામાં આવેલ છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અન્વયે હાલે 3 ફાયર સ્ટેશન કાર્યરત છે, તે ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવા અંગેનું આયેજન કરવામાં આવેલ છે. તેમજ રૂા. 2 કરોડના ખર્ચે સાધનો વસાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત વિગતે કમિશ્નરશ્રીના બજેટમાં સુચવવામાં આવેલ કર વધારાનો મોટા ભાગનો વધારો ના-મંજુર કરી ભલામણ સાથે જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવેલ છે. આ બજેટ અંગેની બ્રીફ મીડીયાને માટે સેક્રેટરી અશોકભાઇ ની સુચના અને સઘન  માર્ગદર્શન હેઠળ  કમીટીના  ક્લાર્ક-ઓપરેટર ચંદ્રેશભાઇએ સ્પષ્ટ અને મુદાસર રીતે તૈયાર કરી હતી

સમાચાર