સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ના વતની અને જાણીતા સહકારી યુવા આગેવાન તેમજ નનાનપુર ગામ ના સરપંચ શ્રી ગીરીશભાઈ શંકરભાઈ પટેલ સતત ત્રીજી વખત પ્રાંતિજ માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતાં સમગ્ર ગામમાં આનંદની લાગણી વ્યાપી છે.શ્રી પટેલ નનાનપુર સેવા સહકારી મંડળી લી ના વરસોથી ચેરમેન છે તેમજ તાલુકા જિલ્લા ની જુદી-જુદી સહકારી સંસ્થાઓમાં પ્રતિનિધિ ત્વ ધરાવે છે અને કોંગ્રેસ ના પીઢ યુવા આગેવાન છે.નનાનપુર ગામ અને સંસ્થાઓ ના વિકાસમાં તેમનો ઉમદા ફાળો છે..તેમના પિતાશ્રી શંકરસિંહ કે પટેલ પણ સહકારી આગેવાન અને પીઢ કોંગ્રેસી નેતા હતા..
