ખળભળાટ :૪ લાખની કિંમતના સ્મેક (હિરોઇન) સાથે ૧ મહિલા સહિત ૩ આરોપી સાથે અન્ય આરોપી સામે ફરિયાદ નોંધાઇ

થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી..

નાસકાંઠા થરાદ પોલીસ વિસ્તારમાં થી ૪ લાખની કીમતનું સ્મેક (હિરોઇન) જિલ્લાની SOG ટીમે ઝડપી પાડતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.. ત્યારે ભુજ રેંજ આઇજી જેઆર મોરથલિયા અને બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલની સૂચનાઓ આધારે NDPS એકટ હેઠળ ગેરકાયદે માદક પદાર્થો ની હેરાન ફેરી થતી હોવાની સૂચનાઓ મળતા SOG બનાસકાંઠા પીએસઆઇ ડીઆર ગઢવી સાથે SOG ટીમ દ્વારા એક મહિલા સહિત ત્રણ શખ્સો સાથે ૪ લાખની કીમતનું સ્મેક (હિરોઇન) સાથે એક સફેદ કલરની ડસ્ટાર ગાડી ઝડપી તલાસી લેતા ત્રણ આરોપીઓ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

બનાસકાંઠા જિલ્લામાં આઇજી જેઆર મોરથલિયા અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર કેફી ઔષધ સાથે મન પ્રભાવી દ્રવ્યો વેચાણ અટકાવવા અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ NDPS એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચન કરાતા થરાદ પોલીસ વિસ્તારમાં બનાસકાંઠા SOG ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે બાદમી ના આધારે થરાદ થી ભાભર મીઠા હાઇવે ઉપર ભારત ગેસ એજન્સી સામે થી એક સફેદ કલરની GJ-18 બબ-૭૮૭૧નંબર ડસ્ટર ગાડી ની તલાસી લેતા બિન અધિકૃત રીતે રાખેલ ૪૦. ૮૭ ગ્રામ સ્મેક હિરોઇન જેની કિમત ૪ લાખ રૂપિયા થી વધુ ની કિમતનો મુદામાલ સાથે સફેદ કલરની ડસ્ટર ગાડીમાં બેઠેલ એક મહિલા (1) પિનાબેન વાઇફ ચીનું ભાઈ ઉર્ફે ઈનાભાઇ રૂપાજી ભાટી, (2)અશ્વિન કુમાર ચીનું ભાઈ ભાટી બંને રહે નંદનનગર સોસાયટી દિયોદર વાળા (3)નિકુલ ભાઈ રઘુભાઈ મકવાણા રહે મીઠા ભાભર વાળા ત્રણે ગાડીમાં બેઠેલા હતા. ત્યારે ગાડીના ચાલક અશ્વિનકુમાર ચીનુંભાઈ ભાટી પાસે બિન અધિકૃત રીતે રાખેલ ૪૦.૮૭ ગ્રામ સ્મેક(હિરોઇન) કીમત 4,08,700 /-નું મળી આવ્યું હતું આ સ્મેક (હિરોઇન) સાંચોર રાજસ્થાન ખાતેથી (3)રાકેશ બિશનોઈ પાસેથી લાવેલ હોવાનું જાણવા મળ્યું છે. સાથે SOG ટીમે ડસ્ટર ગાડી કીમત 500000 /-તથા મુદામાલ કીમત રૂ /-૯, ૧૩, ૩૦૦ /-નો કબજો લઈ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી એક મહિલા સહિત ત્રણ ઇસમોને અટકાયતમાં લઈ રાકેશ બિશ્નોઈ રાજસ્થાન સાંચોર સામે NDPS એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

રિપોર્ટર કિશોર નાયક બનાસકાંઠા

ક્રાઇમ ડાયરી