4 આરોપીઓ અપહરણ, પોક્સો એકટ હેઠળ ફરિયાદ.
કોકરેજ તાલુકા ના દેવપુરા ગામે એક ૧૫ વર્ષીય સગીરા પર અપહરણ સાથે એક અઘાર પાટણનો અને ત્રણ દેવપુરા શિહોંરી આરોપીઓ સામૂહિક દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સગીરાએ ઘરે આવી સઘળી ઘટનાની હકીકત માતા પિતાને જાણ કરતા સગીરાએ માતા પિતા સાથે કોકરેજ પોલીસ મથકે અપહરણ અને સગીર બાળા સામે દુષ્યક્રુત આચરતા પોસકો એક્ટ હેઠળ જુદી જુદી કલમો આધારે 4 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
કાયદાની કડક અમલવારી હોવા છતાં, અંતરિયાળ બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મ ની ઘટનાઓનો છાસ વારે યથાવત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોકરેજ તાલુકાના દેવપુરા ગામે એક ૧૫ વર્ષીય સગીરા સાથે (1) વિક્રમજી કરશનજી ઠાકોર ગામ અધાર તાલુકો પાટણ, ગોવિંદજી સરતનજી ઠાકોર , શૈલેષજી સરતનજી ઠાકોર રહે દેવપુરા કોકરેજ, રણજીતજી બાબુજી ઠાકોર રહે દેવપુરા ચાર નરાધમો સામે સગીરાએ તેના માતા પિતા સાથે શિહોંરી પોલીસ મથકે અપહરણ, કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરયા હોવાની ફરિયાદ નોંધાવી છે.. ઘટનાને પગલે શિહોંરી પોલીસે અને એલસીબી પોલીસે જુદી જુદી જગ્યાએથી હાલ ત્રણ આરોપીઓ જેમાં ગોવિંદ કરશનજી ઠાકોર, શૈલેષજી સરતનજી, ઠાકોર, રણજીતજી બાબુજી ઠાકોર તમામ રહે દેવપુરા તાલુકો શિહોંરી ઝડપી શિહોંરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે, ત્યારે અન્ય ચોથા આરોપી વિક્રમજી કરશન જી ઠાકોર અઘાર પાટણ જિલ્લા વાળો ફરાર હોય શિહોંરી પોલીસ ઝડપવા કવાયત હાથ ધરી છે..
મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના કોકરેજ તાલુકાના દેવપુરા ગામે એક ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સગીરાએ એના પરિવારજનો સાથે શિહોંરી પોલીસ મથકે ૪ ઇસમો સામે અપહરણ, બળાત્કાર સાથે પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે ત્યારે શિહોંરી પોલીસે હાલ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. ત્યારે મુખ્ય આરોપી પકડની બહાર હોય, ફરાર આરોપીને પકડવા શિહોંરી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે..
રિપોર્ટર કિશોર નાયક દિયોદર



